________________
નવ્ય ઉપદેશ સતિકા.
૨૭ भावचणमुग्गविहा-रया य दबच्चणं तु जिणपूया ॥ પમા દુનિવિ, નિી મિશિર પસંસ્થા”
“વળી ચૈત્યમાં અથવા આલય (ઘર) માં રહેલી વીતરાગની પ્રત્યેક પ્રતિમાની એકાગ્ર ચિત્તે ભક્તિ સહિત સ્તુતિ કરવી, તથા તેને વંદના કરવી. ત્રણ લોકવડે પૂજિત તથા ધર્મતીર્થને પ્રકટ કરનાર એવા જગતગુરૂનું દ્રવ્યપૂજન તથા ભાવપૂજન એમ બે પ્રકારનું અર્ચન કહેલું છે. તેમાં જે ઉગ્ર વિહારાદિ જિનાજ્ઞાનું પાલન તે ' ભાવપૂજા કહેવાય છે, અને જિનપ્રતિમાની પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય છે. પહેલી ભાવપૂજા મુનિઓને હોય છે, અને ગૃહસ્થીઓને બન્ને પ્રકારની પૂજા હોય છે, તેમાં (ભાવપૂજા) અતિ પ્રશસ્ત છે.” મુનિને મન, વચન અને કાયાની શુદ્ધિએ કરીને જે ચારિત્ર સંબંધી કષ્ટાનુષ્ઠાનનું તથા બાવીશ પરિષહાદિકનું અને અનેક જાતિના ઉપસનું સહન કરવું તે સર્વને ભાવપૂજાની અંદર સમાવેશ જાણ. શ્રાવક પવિત્ર થઈને સુગંધી જળવડે જિનેશ્વરની પ્રતિમાને પ્રક્ષાલન કરી ગંધ કષાષી વસ્ત્રવડે અંગલૂહાણું કરી શ્રેષ્ઠ ચંદન, પુષ્પ, પુષ્પમાળા વિગેરેએ કરીને જે પૂજન કરે તે સર્વ દ્રવ્યપૂજા જાણવી. આ પૂજાના વિષયમાં રતનચંદ્રની કથા વિસ્તારથી કહી છે. ૧૨
હવે કેમ કરીને આવેલ પ્રમાદ પરિહાર સંબંધી ઉપદેશ આપે છે – दुरकं सुतिरकं नरए सहित्ता, पंचिंदियत्तं पुण जो लहित्ता । पमायसेवाई गमिज्ज कालं, सो लंधिही नो गुरुमोहजालं ॥१३॥ * મૂળાર્થ-જે પ્રાણું નરકને વિષે તીક્ષ્ણ દુઃખને સહન કરીને