________________
દ ૩૮ :
હર્ષ-પ્રભા
ચાતુર્માસ પછી ઘાટકે પર, થાણા, પનવેલ, ખાપલી, તલેગાંવ, ખીડકી પધાર્યા. ખીડકીમાં પુનાના આગેવાને આવ્યા અને આચાર્યશ્રીને પુના પધારવા વિનતિ કરી, પુનાના સંઘે આચાર્યશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું અને સંઘના આગ્રહને વશ થઈ સં. ૧૯૧ નું ચાતુર્માસ પૂનામાં કર્યું.
શેઠ લીલાચંદ જયચંદે વ્યાખ્યાનમાં ભગવતી સૂત્ર વાંચવા વિનતિ કરી. આચાર્યશ્રીએ બહુજ સુંદર રીતે ભગવતી સૂત્રની વાચના કરી.
આચાર્યશ્રી પુનામાં પધાર્યા હોવાથી આગેવાનોની ઉપધાન તપ કરાવવા ભાવના થઈ અને ૧૨૩ બહેન-ભાઈઓ ઉપધાનમાં બેઠા. આચાર્યશ્રીએ ઉપધાનનું રહસ્ય સમજાવ્યું અને ઉપધાનની ક્રિયા સુંદર રીતે કરાવી. માળારોપણના મહત્સવ ઉપર શેઠ લીલાચંદ જયચંદ તરફથી અઠ્ઠાઈ–મહત્સવ, શાંતિસ્નાત્ર, નવકારશી અને જ્ઞાતિજન થયાં. સંઘમાં આનંદ આનંદ થઈ રહો.