SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આચાય પદવી તથા ઉપધાન સમારંભ : ૩૭ : પણ શાલ ઓઢાડી. આ પ્રસંગે તમામ ગવાળાએ મહેત્સવમાં ભાગ લીધો અને શાસનને જયજયકાર થઈ રહ્યો. નૂતન આચાર્યે ગુરૂદેવને ભાવપૂર્વક વંદણા કરી. તેમના ચરણમાં મસ્તક નમાવ્યું અને ગુરૂદેવ આચાર્ય ભગવંતના મંગળ આશીર્વાદ મેળગ્યા. સં. ૧૯૮૮ નું ચાતુર્માસ ફલેધીમાં થયું. અહીં આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીશ્વરજીએ પ્રજ્ઞાપના તથા સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રની વાચના કરી. ચાતુર્માસ પૂર્ણ થતાં શીવગંજ પધાર્યા અને તખતગઢની વિનતિ થતા તખતગઢ પધાર્યા, સંઘના આગ્રહથી સં. ૧૯૮૯ નું ચાતુર્માસ તખતગઢમાં કર્યું. અમદાવાદમાં સાધુ-સંમેલન મળવાનું હતું. તેમાં આચાર્ય. પ્રવર શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજીને નિમંત્રણ હતું તેથી ગુરૂદેવની આજ્ઞાથી આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી પણ ચાતુર્માસ પછી તખતગઢ પધાર્યા. આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજીએ સાધુ-સંમેલનમાં રસપૂર્વક ભાગ લીધે અને સાધુ-સંમેલનને સફળ કરવા ખૂબ પ્રયાસ કર્યો અને સાધુસંમેલન સફળ થયું. - સાધુ-સંમેલનની પૂર્ણાહૂતિ પછી આચાર્યશ્રીએ મુંબઈ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ ઉપદેશામૃત આપતા ગુરૂદેવ સાથે આપણા ચરિત્રનાયક મુંબઈ પધાર્યા, શ્રી સંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. સં. ૧૯૯૦ નું ચાતુર્માસ ગુરૂદેવ સાથે મુંબઈમાં શ્રી ગોડીજીને ઉપાશ્રયમાં કર્યું.
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy