________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ बवसेसा बणगारा तीयण्डुप्पन्नणागया सव्वे । केई पाओवगया पचक्खाणेगिणिं केई ॥३। सव्वाओ अजाओ सब्वे वि य पढमसंघयणवज्जा। सव्वे पदेसविरया पच्चकवाणेण उ मरंति ॥४॥
ભાવાર્થ–સર્વકાળમાં સર્વ કર્મભૂમિને વિષે સર્વે સર્વ, સર્વના ગુરુ, સર્વથી પૂજાએલા, સર્વ મેરુપર્વતને વિષે અભિષેક કરાએલા, સર્વ લબ્ધિઓ વડે (યુક્ત), સર્વે પરિસહીને જીતીને સર્વે તીર્થકરે પણ પાદપગમ અનશન કરીને સિદ્ધ થયા છે, બાકીના ત્રણે કાળના સર્વે સાધુઓમાંથી કેટલાક પાપગમ અનશન અને કેટલાક અનશનપૂર્વક ઇંગિનીમરણ વડે મરણ પામે છે, સર્વે સાધ્વીઓ અને પ્રથમ સંઘયણવાળાને છેડીને સર્વે દેશવિરતિવાળા શ્રાવકે અનશનપૂર્વક મરણ પામે છે, તેમજ આ ચોવીશીમાં ઋષભદેવ, નેમિનાથ, વીર ભગવાન્ આ ત્રણ તીર્થકરે પર્યકાસને રહેલા સિદ્ધ થયા છે, બાકીના તીર્થકરે કાર્યોત્સર્ગમાં રહી સિદ્ધ થયા છે. સપ્તતિસ્થાનકમાં
वीरोसहनेमीणं पलिअंक सेपयाण उसग्गो । पलियंकासणमाणं सदेहमाणातिभागूणंति ॥१॥
ભાવાર્થ–ઋષભદેવ, વીર પ્રભુ, નેમિનાથ-આ ત્રણ તીર્થકરે પર્યકાસને સિદ્ધ થયા છે, બાકીના તીર્થકરે કાઉસગ્ગ ધ્યાનમાં રહી સિદ્ધ થયા છે, પર્યકાસનનું પ્રમાણ