________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
અર્થ–પંચ કલ્પભાષ્યમાં કહ્યું છે કે- દુષમ કાળમાં ગામડા તે મસાણ જેવા થશે, આ પ્રમાણે ક્ષેત્રની હાનિ જાણવી. એવી રીતે કાળમાં પણ હાનિ થાય. વર્ણ ગંધ રસાદિ દ્રવ્યાદિના અનંતા પર્યાયે સમયે સમયે ઘટે છે– હાનિ થાય છે, તેટલા જ અહેરાત્રિના પર્યાની પણ હાનિ થાય છે,
દુષમ કાલના પ્રભાવથી સાધુને ગ્ય એવા ક્ષેત્ર મળવા દુર્લભ હોય છે, વળી દુષ્કાલ અને વારંવાર બળવા વિગેરે ઊપદ્રવ પણ થયા કરે. દૂષમ કાળના પ્રભાવથી અનાજનું સત્વ ઓછું થાય છે તેથી મનુષ્યનું આયુષ્ય બુદ્ધિબળ વિગેરે ઘટે છે, દરેક વસ્તુના વર્ણાદિપર્યા અનંતા છે અને તે અનંતું ઘણું મોટું માનેલું છે. તેથી સમયે સમયે દરેક વસ્તુના અનંતા પર્યાય ઘટે છે પરંતુ તે અનંતું નાનું હોવાથી અને અવસર્પિણી કાળના સમયે અસંખ્યાતા હેવાથી, એક એક વસ્તુમાં પ્રતિસમયે અનંતાપર્યાને નાશ થયા છતાં તત્કાલ સર્વ વસ્તુને નાશ થવાને પ્રસંગ આવતું નથી. આ સમજવાનું કે સમયે સમયે અનંતપર્યાની હાનિ એ શાસસંમત છે. - પ્ર—(૨૫) કાર્તિક શ્રેણી અને ગરિક તાપસના સંબંધમાં ગરિકે શ્રેષથી કાર્તિક શેઠની પીઠ ઉપર થાળ મૂકીને જોજન કર્યું એ પ્રમાણે સંભળાય છે, તે કઈ શાસ્ત્રમાં જોયું છે કે નહિ?