SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્ય ભાવના. ૨૭ રાણી—પણ હજી તેા તે દૂત અહીં આવ્યા નથી ને? આવશે ત્યારે વાત. રાજા—હે ભાળી ! તે તા અહીં આવી ચૂકયા છે. રાણી—કયાં છે? હું તેા તેને દેખતી નથી ! ત્યારપછી રાજાએ પેાતાના માથામાં આવેલે એક સફેદ ખાલ ઉખેડીને રાણીને બતાવ્યા કે જો, આ જમના દૂત! જરા અવસ્થાના પહેલે જાસુસ ! આ સફેદ બાલ આપણુને માતની ચેતવણી આપે છે અને જીંદગીનાં કરવાલાયક કાર્યો કરી લેવાની સૂચના આપે છે, માટે આ છેલ્લી વાતચીતમાં તારા ને મારા સંબંધ પૂરા થાય છે. બસ, હવે ન જોઇએ મારે રાજમહેલ, અને ન જોઈએ સંસારની સ્પેલ ! નથી જોઈતા ભાવિલાસ, નથી મારા મનમાં કશાની આશ ! એટલું કહી તે રાજાએ રાજ્ય વૈભવને ત્યજી સદ્ગુરૂના ચરણનું શરણુ ગ્રહી આત્મસાધન કરવાને વિરક્ત બની દીક્ષા અંગીકાર કરી મનુષ્યજીવનનું સાક કર્યું. ન આ દૃષ્ટાંત ઉપરથી દરેક જણે સમજવું જોઈ એ કે માતની નિશાનીઓ જણાય તે પહેલાં તૈયાર થઈ આત્મિક કાર્ય સાધી લેવું. હજુ તેા આપણે જુવાન છીએ, આજ નહિ તેા કાલે, આ માસે નહિ તે। આવતે માસે, આવતે વરસે ધમ કરીશું, ઘરડા થઈશું ત્યારે શ્રેય સાધીશું, એવો રીતે જે ભરેાંસા રાખી એસી રહે છે, તે કંઇ પણ કર્યાં વગર ખાલી હાથે મરણુને શરણ થાય છે, માટે કંઈ ને કઈ પણ શ્રેયનું કાર્ય અગાઉથી કરવું. (૭) [માતને ખ્યાલ જીવાનીમાં આવતા નથી પણ જીવાની કેટલા વખત સુધી ટકવાની છે તે નીચેના શ્લેાકમાં દર્શાવાય છે. ] यौवनस्याप्यस्थैर्यम् । रे रे मूढ जरातिजीर्णपुरुषं दृष्ट्वा नताङ्गं परं । किं गर्वोद्धतहासयुक्तवचनं ब्रूषे त्वमज्ञानतः ॥
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy