SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ભાવના–ાતક. બળી મુઆ, તેમ ક્રિયા અને જ્ઞાન પણ ભેગાં ન થાય, અર્થાત્ ક્રિયા હાય, પણ જ્ઞાન ન હેાય, અથવા નાન હોય, પણ ક્રિયા ન હોય. તા તે બંને હતપ્રાય છે. જોકે ચેાથે ગુણુઠાણે ક્રિયા વગરનું જ્ઞાન છે અને તે અમુક અંશે ફાયદાક છે, પણ આંહિ તેની અપેક્ષા લીધી નથી. જ્ઞાન ક્રિયા અને જેટલા ફાયદા કરે છે તેટલા ફાયદા એકલું નાન કરતું નથી એમ બતાવવાને આંહિ આશય છે. પ્રથમના કાવ્યમાં જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવી છે અને આ કાવ્યમાં જ્ઞાનક્રિયાની સમતાલતા બતાવી છે. તે સાપેક્ષ છે, તેથી પરસ્પર વિરૂદ્ધ છે એવી આશંકા કરવાની નથી. પ્રથમના કાવ્યમાં અજ્ઞાન સહિત ક્રિયા કરતાં એકલા જ્ઞાનની શ્રેષ્ઠતા જણાવી છે. આમાં નાનસહિત ક્રિયાની જ શ્રેષ્ઠતા બતાવી છે. તે પરસ્પર અવિરૂદ્ધ છે. જે એકલા જ્ઞાનને જ મેાક્ષનું સાધન માને છે અથવા જે એકલી ક્રિયાને જ મેાક્ષનું સાધન માને છે તેનેા પણ ખુલાસા આ કાવ્યમાં છે કે એકથી નહિ, પણ એના સહચારિપણાથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. કર્મીની નિર્જરા કરી આત્મશુદ્ધિ મેળવવા ઇચ્છનારે પ્રથમ શાસ્ત્રીય જ્ઞાન મેળવવું. જ્ઞાન મેળવીને હિતાહિત, કર્તવ્યાકતવ્ય, સત્યાસત્ય, લાભાલાભ વગેરે દ્વન્દ્વનું યથાર્થ પૃથક્કરણ કરી, અદ્ભુિત અકતવ્ય અસત્ય અને લાભવગરની વસ્તુને પરિત્યાગ કરી, હિત કર્તવ્ય અને લાભવાળી સત્ય વસ્તુના સમાદર કરવા, સન્માર્ગે ચાલવું, સદનુષ્ઠાન કરવું, પરાપકાર પરાયણ થવું, કે જેથી કની નિર્જરા થવાની સાથે આત્મશુદ્ધિ થાય. જ્ઞાન એ જળ છે, અને તપ અથવા ચારિત્ર તે અગ્નિ છે. એ એના ચેાગ જેમ વસ્ત્રના ચીકણામાં ચીકણા મેલને પણ આળી નાંખી વસ્ત્રને શુદ્ધ બનાવે છે, તેમ જ્ઞાન અને ક્રિયાના યેાગ આત્માના કર્માંરૂપ મેલને બાળી ભસ્મ કરે છે, માટે નિર્જરા ભાવનામાં આત્મશુદ્ધિ માટે જ્ઞાનયિામ્યાં મોક્ષઃ ” એ અપવાદ વગરના સિદ્ધાંતને ભૂલી જવા નિહ. (૭૪) -
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy