SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા ભાવના ज्ञानमेव निर्जराया मुख्यसाधनम् । अज्ञानकष्टाश्रिततापसादयो । यत्कर्म निघ्नन्ति हि वर्षकोटिभिः ॥ ज्ञानी क्षणेनैव निहन्ति तद् द्रुतं । ज्ञानं ततो निज्जरणार्थमर्जय ॥ ७२ ॥ જ્ઞાન એ જ નિર્જરાનું મુખ્ય સાધન છે. અર્થ–અજ્ઞાનકષ્ટ કરનારા બાળતપસ્વીએ કરોડ વર્ષ સુધી ભાસખમણ કરે, સૂર્યની આતાપના લે, કુશના અગ્ર ભાગ ઉપર રહી શકે તેટલા જ અનાજનું પારણું કરીને ઉપર માસખમણ કરે, આવી કરોડ વરસની તપસ્યાથી તે જેટલાં કર્મો ખપાવે, તેટલાં કર્મો જ્ઞાની પુરૂષ જ્ઞાનબળથી એક ક્ષણમાત્રમાં ખપાવી શકે છે, એમ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહેલું છે, માટે હે ભદ્ર ! કર્મોને જોઈને સાફ કરનાર ઉત્તમ પાણી જે જ્ઞાન-આત્મજ્ઞાન તેને શોધ અને તેને જ સંચય કર, કે જેથી સર્વથા કર્મોની નિર્જરા થતાં મોક્ષપદની પ્રાપ્તિ થાય. (૭૨) વિવેચન-આ કાવ્યમાં અજ્ઞાનપૂર્વક તપ કરતાં જ્ઞાનની વિશેષતા દર્શાવી છે. जं अन्नाणी कम्मं । खवेइ बहुयाहिं वासकोडीहिं ॥ तं नाणी तिहिंगुत्तो । खवेइ उसासमेत्तेणं ॥ १ ॥ અર્થ—અજ્ઞાની જે કર્મ કરડે વરસે પણ ન ખપાવી શકે, તેટલાં કર્મો જ્ઞાની ત્રણ ગુપ્તિ (મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુક્તિ) ના બળથી એક શ્વાસોશ્વાસ જેટલા વખતમાં ખપાવી શકે છે. मामे मासे उ जो बालो । कुसग्गेणं तु भुजइ ॥ न सो सुयक्खाय धम्मस्स । कलं अग्घइ सोलसिं ॥ १ ॥ ઉત્ત. અ. ૯ ગા. ૪૪,
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy