SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ભાવના-શતક' અર્થ–વ્યાજે મૂકવાથી વધારેમાં વધારે બમણું લાભ થાય, વ્યાપારમાં બહુ તો ગુણ લાભ થાય, ક્ષેત્ર-જમીનમાં વાવવાથી બહુ તો સગુણો લાભ થાય, પણ પાત્રમાં આપેલ વસ્તુને અનંતગુણો લાભ મળે છે. નિર્જરાનું ત્રીજું કારણ અંતઃકરણની શુદ્ધિપૂર્વક શુભ ભાવના ભાવી અધ્યવસાયના ઉંચા શિખર ઉપર રહડવું બતાવ્યું. ભાવના. અને શુભ અધ્યવસાયનું પણ એટલું બધું બળ છે કે થોડા વખતમાં ઘણું કર્મો તેથી ગળી બળી જાય છે. ભરૂદેવી માતા અને ભરત ચક્રવર્તીનાં દષ્ટાંત સુવિદિત છે. મરૂદેવી માતા હાથીના હેદ્દા ઉપર. ભાવનાના બળથી કેવળ પામી મોક્ષમાં બિરાજ્યા. ભરત મહારાજને અરિસા ભુવનમાં પોતાની છબી જોતાં જોતાં એક આંગળી વીંટી વગરની ખાલી જણાઈ તેથી શોભાહીન જણાવા લાગી. આ ઉપરથી. બીજી આંગળીમાંથી આભૂષણ ઉતાર્યું, એક પછી એક સર્વ આભૂપણ ઉતાર્યા અને તેના ઉપરથી મમત્વ ઉતરતું ગયું. આખરે સર્વ પૌગલિક રચનાની અસ્થિરતા અનિત્યતાનું પર્યાલોચન કરતાં શુભ. ભાવનાની શ્રેણુએ હડતાં હડતાં કેવળજ્ઞાન પામ્યા. માત્ર શુભ ભાવનાના બળથી સિદ્ધિ મેળવી. આ ભાવના માત્ર વચનની કે રસ વગરની લુખી હોય તે તેથી કામ થઈ શકતું નથી, માટે તેમાં અંતઃકરણની વિશુદ્ધિની આવશ્યકતા દર્શાવી છે. અંતઃકરણ જેમ સરળ, નિષ્કપટ, વિશુદ્ધ હોય, તેમ તેમ તેમાંથી ઉંચી ભાવનાઓ ઉદ્દભવ પામે છે. મલિન અંતઃકરણમાં કદી પણ સારી ભાવના ઉઠી શકતી નથી. માટે અંતઃકરણને નિર્મળ બનાવી ભાવનાના રસને ઉદ્દભવવાને અવકાશ આપવો. ઉપરનાં ત્રણ કારણ કે તપના વેયાવચ્ચ અને ધ્યાન એ ભેદમાં સમાઈ જાય છે તો પણ તેની વધારે આવશ્યકતા બતાવવાને ખાસ જુદાં પાડી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. (૭૧)
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy