________________
૨૨
ભાવના-શતક
વચન, અને કાયાએ જુઠું બોલવું નહિ, બેલાવવું નહિ, જીરું બોલતાને અનુમોદવું નહિ. અદત્તાદાન વિરમણ-અદત્ત ચાર પ્રકારે હોય છે. સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરૂ અદત્ત. વસ્તુના માલેકની રજાવિના લેવું તે સ્વામી અદત્ત, માલેકની રજા હોય પણ તે વસ્તુ અચિત્ત-જીવરહિત ન હોય તો તે જીવ અદત્ત.
અચિત હેય પણ તીર્થંકરે કહ્યા પ્રમાણે એષણુક ન હોય તે તીર્થકર અદત્ત. શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે શુહ એષણય હાય પણ ગુરૂને પૂછળ્યા વિના કે બતાવ્યા વિના ખાવામાં આવે તે તે ગુરૂ અદત્ત ગણાય. ચારે પ્રકારની અંદર વસ્તુ હાની કે મહેદી, થાડી કે ઘણી, રજા સિવાય લેવી નહિ, લેવરાવવી નહિ, લેતાને અનુમોદવું નહિ-મન વચન અને કાયાથી. ૪ મિથુન વિરમણ-સ્થૂળ અને સૂક્ષ્મ, દેવતા મનુષ્ય અને તિર્યંચ
સંબંધી મૈથુન સેવે નહિ, સેવરાવે નહિ, સેવતાને અનુદે નહિ, મન, વચન અને કાયાએ કરી. નવ વાડ વિશુદ્ધ બ્રહ
ચર્યનું પાલન કરવું. ૫ પરિગ્રહ વિરમણ–સચિત્ત કે અચિત્ત, સ્વલ્પ કે અનલ્પ, અણુ
કે મહાન, કઈ પણ જાતને પરિગ્રહ રાખ નહિ, રખાવવા નહિ, રાખતાને અનુમોદવું નહિ, મન, વચન અને કાયાએ કરી. આ પાંચ મહાવ્રતો જવછવ સુધી પાળવાનાં હોય છે. મહાવ્રતની અપેક્ષાએ અણુ-ન્હાનાં વ્રતો તે અણુવ્રત અથવા સ્થળ એટલે મેટાં વ્રત. તે સ્થૂળ વત ગૃહસ્થને માટે છે. ગૃહસ્થને ગૃહાવાસનો સઘળો વ્યવહાર ચલાવવો પડતો હોવાથી સર્વથા નિવૃત્તિ થઈ શકે નહિ, તો તેણે દેશની વિરતિ કરવી. સૂક્ષ્મ અંશોનું પાલન થઈ શકે નહિ તો સ્થળ અંશોનું પાલન કરવું. ગૃહસ્થનાં વ્રત બાર છે.