SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ ભાવના ૨૩૭ કાળમાં જે શુભ કાર્ય કરવું જોઈએ તે ન કરતાં ઉલટી દિશામાં પ્રવર્તન કરવું–સમયને વ્યર્થ ગુમાવવો તે પણ પ્રમાદ છે. આવા પ્રમાદને વશે દરેક જીવે ઘણી નુકસાની ભોગવી છે. આ જીવને કર્મ છોડવાને વખત નથી મળ્યો એમ નથી, વખત તે ઘણી વાર મળ્યો, પણ પ્રમાદમાં સમય ગુમાવી નાંખે. શાસ્ત્રમાં ખરૂં જ કહ્યું છે કે “ ફ્રાનિઃ સમીક્ષતિઃ” મમ્હોટામાં મોટી નુકસાની જે કોઈ હોય તો તે સમયક્ષતિ-સમયને વ્યર્થ ગુમાવવો તે જ છે. મહાવીર પ્રભુ કહે છે કે, दुम्मपत्तए पंडुरए जहा । निवडइ राइगणाण अच्चए ॥ एवं मणुयाण जीवियं । समयं गोयम मा पमायए ॥१॥ कुसग्गे जह ओसबिंदुए । थोवं चिट्ठइ लंबमाणए ॥ ga....................................-૩. ૩. ૧૦ ભા. ૧-૨. અર્થાત–હે ગૌતમ! જે આ સામેના ઝાડમાં પીળાં થએલાં પાકાં પાંદડાં એક પછી એક પડતાં જાય છે, તેવી જ રીતે દિવસ અને રાત્રિઓ પસાર થતાં માણસનું જીવિતવ્ય પાકતું જાય છે અને થોડા જ વખતમાં અંદગીને અંત આવી જાય છે. જેમ દાભડાની અણી ઉપર લટકતું ઝાકળનું બિંદુ પવનને ઝપાટો લાગતાં તરત પડી જાય છે, તેમ મનુષ્યની જીંદગીને તરત અંત આવી જાય છે, માટે ધર્મના કાર્યમાં કે આત્માનું શ્રેય સાધવામાં એક ક્ષણનો પણ પ્રમાદ ન કર, એક ક્ષણ પણ વ્યર્થ ગુમાવવી નહિ. મનુષ્યની અંદગીને પ્રત્યેક સમય કર્મના પ્રવાહને આત્મામાં પ્રવેશ કરતાં અટકાવવામાં અને પ્રાચીન કર્મોને દૂર કરવામાં વપરાય તો જ જીવનને સદ્વ્યય થયો ગણાય. બીજી છંદગીઓની માફક મનુષ્યની જીંદગી બહુ કિસ્મતી છે. “સુ% હું માનુeણે અવે” મનુષ્યની જીંદગી મળવી દુર્લભમાં દુર્લભ છે. તેની એક ક્ષણ લાખો અને કોડે સોના મહેર કરતાં વધારે કિમ્મતી છે.
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy