SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ભાવના-ચાતક गलद्वारतो भोजनाचं पिचण्डं । તથાત્માનમાસુ પણ વા વરા આશ્રવને ત્રીજો ભેદ પ્રમાદ. અર્થ-જેમ ગોખ કે બારીઓમાંથી હવા ઘરમાં આવે છે, જેમ ગરનાળામાં થઈ પાણીનો પ્રવાહ તળાવની અંદર આવે છે, જેમ ગળાના દ્વારમાંથી અન્ન પાણી વગેરે ખોરાક જઠરમાં પ્રવેશ કરે છે, તેમ મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથારૂપ પ્રસાદ દ્વારા કર્મને પ્રવાહ નિરંતર આત્મામાં ચાલ્યો આવે છે. કર્મને રોકવા મુમુક્ષુ જીવોએ પ્રમાદનાં કારને બંધ કરવાં જોઈએ. (૫૨) વિવેચન – मद विसय कसाय, निहा विकहा पंचमा भणिया ॥ ए ए पंच पमाया, जीवा पाडंति संसारे ॥ १ ॥ અર્થાત-મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છોને સંસારમાં રખડાવે છે. કર્મબંધના પાંચ હેતુઓમાં પ્રમાદ એ મુખ્ય હેતુ છે. આત્મામાં કર્મપ્રવાહને લાવવાનું તે મુખ્ય દ્વાર છે. કામ, મદ, મોહ વગેરે અનેક દેષોને સમાવેશ પ્રમાદમાં થાય છે. જાતિમદ, કુળમદ, બળદ, રૂપમદ, તપમદ, શ્રતમદ, લાભમદ અને એશ્વર્યમદ એ આઠ પ્રકારના મદો જેનામાં રહે છે તે માણસ તત્ત્વજ્ઞાન કે આત્મશ્રેયના ખરા લાભથી વંચિત રહે છે. સામગ્રી છતાં પણ ફળથી વિમુખ રહે છે તેથી મદ-અહંકારની ગણના પ્રમાદમાં કરવામાં આવી છે. તેમજ વિષયલંપટ કષાયકલુષિત ઊંઘણુસી અને ગપાટા સપાટામાં રાચી રહેલો માણસ ખરા લાભને મેળવી શકતો નથી, તેથી આ બધાને સમાવેશ પ્રમાદમાં શાસ્ત્રકારોએ કરેલો છે. આ વર્ગણ ઉપરથી પ્રમાદ શબ્દને સામાન્ય અર્થ ફલવંચના-ભ્રમણા-અસત પ્રવર્તન થાય છે. જે
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy