SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ C અન્યત્વ ભાવના ૧૮૭ संयोग एष खगवृक्षवदल्पकालएवं हि सर्वजगतोपि वियोगयोगौ ॥४०॥ ન કે ચિમારું ચ | एकैकजन्मनि पुनर्बहुभिः परीतः । मान्ते तथापि सहकारिविनाकृतस्त्वम् । तस्माद्विभावय सदा ममतामपास्य । किश्चिन्न मेऽहमपि नास्मि परस्य चेति ॥४१॥ પક્ષી અને વૃક્ષના સંગ જે કુટુંબીઓને સાગ. અર્થ–હે ભદ્ર! એક ઘરની અંદર મા બાપ ભાઈ સ્ત્રી પુત્ર પૌત્ર અને પુત્રવધૂ એ બધાંની સાથે તું રહે છે અને પરસ્પર સંબંધ જડેલ છે; પણ ખરી રીતે તે બધાં તારાથી જુદાં છે, અને તું બધાંથી જુદો છે. તેમની સાથેનો સંબંધ કેવળ ઝાડ અને પક્ષીના સંબંધ જેવો છે, અર્થાત સાંજની વેળાએ જુદાં જુદાં પક્ષીઓ જુદી જુદી દિશામાંથી આવીને ઝાડ ઉપર બેસે છે, રાત્રિએ ત્યાં રહે છે અને સવાર પડતાં બધાં જુદાં પડી જાય છે, તેવી જ રીતે. એક ઘરની અંદર જુદી જુદી ગતિમાંથી આવેલાં કુટુંમ્બિઓ ભેગાં થયાં છે. પણ આયુષ રૂપી રાત્રિ પૂરી થતાં તે સઘળાં જુદાં પડવાનાં. જગતના સર્વ સંયોગો આવી જ રીતે વિયોગ સહચારી છે. ( હારૂં કઈ નથી અને હું કેઈને નથી. ભૂતકાળમાં દરેક જન્મમાં ઘણું જીવોની સાથે સંબંધ બાંધ્યો. જ્ઞાનદષ્ટિએ જોતાં આ દુનિયામાં એવો કોઈ જીવ નથી કે જેની સાથે મા બાપ પુત્ર સ્ત્રી તરીકે સંબંધ જોડા ન હોય. આટલા બધા સંબંધો જોડ્યા છતાં પણ આ વખતે કોઈ પૂર્વને સંબંધી સહચારી થતો નથી. તો પછી આ વખતના સંબંધીઓ પાછળના વખતમાં સહચારી થશે તેની શી ખાત્રી છે? કાંઈ જ નહિ. તે
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy