SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ભાવના-ચાતક મછરના ડંખથી પણ માણસની ધીરજ રહેતી નથી, તો પછી માથાને કોમળ ભાગ અગ્નિથી બળે, તેની પીડામાં શું પૂછવાનું હેય? પણ ગજસુકુમાલે જરી પણ માથું કે શરીરને કોઈ પણ ભાગ હલાવ્યો નહિ. સમિલ ઉપર પણ ઠેષ આ નહિ. સર્વ જીવને પિતા સમાન ગણતા હોવાથી સેમિલને શત્રુ સમાન નહિ, પણ મિત્ર સમાન ગણે છે. કેઈને સસરા પાંચ પચીસ રૂપીયાની પાઘડી બંધાવે છે, ત્યારે મારો સસરો મહને મોક્ષની પાઘડી બંધાવે છે, આ ભાવ ગજસુકુમાલ મુનિના શુભ ધ્યાનમાં ફરતો હતો. કેટલી બધી સમતા! મેરૂના જેવી નિશ્ચલતા, સમુદ્રના જેવી ગંભીરતા, મહેરામાં હેટા ચોહામાં પણ ન હોય તેવી શરતા, ધોરતા, સુકુમાલ મુનિમાં પ્રતિત થતી હતી. તે સઘળો પ્રભાવ ભેદજ્ઞાનનો હતો. આ વખતે ગજસુકુમાલને આત્મા જાણે શરીરથી બહાર નીકળી કર્મોને હંફાવવા મેદાનમાં પડ્યો હોય અને શરીર સાથે કંઈ પણ સંબંધ ન હોયની તેમ દુઃખ વેદ્યા વિના આત્મભાવમાં લીન થએલો છે. અંતરાત્મભાવમાંથી પરમાત્મભાવમાં જવાની તૈયારીમાં છે. ક્ષપક શ્રેણીએ હડતા શુલ ધ્યાનના પાયાને એકદમ સ્પર્શતાં સકલ કર્મનો અંત કરી અંતગડ* કેવલી થઈ ગજસુકુમાલ મુનિ મોક્ષે પહોંચ્યા. ગજસુકુમાલ બહારની વસ્તુઓમાંથી આત્મભાવને દૂર કરી, શરીરમાંથી પણ આત્મભાવને સંકેલી, અંતરાત્મામાં લીન થયા તો બળતા શરીરની અસહ્ય વેદનાની પણ આત્મા ઉપર અસર ન થઈ; તેવી રીતે અંતરાત્મભાવમાં સ્થિર રહેવાથી પરમાત્મભાવની પ્રાપ્તિ થાય. (૩૭-૩૮-૩૯) पक्षिपादपसंयोगकल्पः कुटुम्बिसंयोगः । भार्या स्नुषा च पितरौ स्वसपुत्रपौत्रा। एते न सन्ति तव केपि न च त्वमेषाम् ॥ * કેવળજ્ઞાન પ્રાપ્ત થવાની સાથે જ આયુષ્ય પૂર્ણ કરી મેક્ષમાં જાય તે અંતગડ કેવલી કહેવાય.
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy