SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સરલ અને સંસ્કૃતવિલાસીઓને મનોરંજક જવામાં આવી. આ પુસ્તકની કેટલીએક નકલો ખરીદી મેં મારા મિત્રવર્ગમાં વહેંચી આપી. થોડા વખતમાં તો બીજી આવૃત્તિ ખલાસ થઈ ગઈ, તેથી કેટલાએકની માંગણીને નિરાશા સાથે નકારસૂચક જવાબ આપવો પડશે. આ પુસ્તકે મારા મનમાં એક જાતની લાલચ ઉત્પન્ન કરી તે એ કે આવું બીજું પુસ્તક મહારાજશ્રીનું રચેલું હોય તે તે મારા તરફથી બહાર પાડવું. મુંબઈ સ્થાનકના સેક્રેટરી જેઠાલાલ રામજી શાહ પાસે મેં મારી ઇચ્છા જાહેર કરી. જો કે મહારાજશ્રીની પ્રશંસા સાંભળી તેમના વચનામૃતનું પાન કરવા ગત ચાતુર્માસ્યમાં કયારથીએ હું આકર્ષી હતો અને દરરોજ વ્યાખ્યાનમાં હાજરી આપતે હતો, પણ સ્થાનકમાં સાધુઓના વ્યાખ્યાનમાં આવવાની મહારી આ પ્રથમ શરૂઆત હતી, તેથી મહારાજશ્રીની રૂબરૂમાં વાતચીતનો પ્રસંગ લઈ શકો નહોતો. મહારા મિત્ર જેઠાલાલભાઈની માર્કત હારી ઇચ્છા મેં મહારાજશ્રી સમક્ષ પહોંચાડી. મહારાજશ્રીએ તેના જવાબમાં જણાવ્યું કે ““કર્તાવ્ય-કૌમુદી” કરતાં પણ પહેલાં રચાએલું એક “ભાવના-શતક' નામનું પુસ્તક તૈયાર છે. સરલ અને સાદી સંસ્કૃત ભાષામાં જુદા જુદા છેદમાં એક કે રચાએલા છે. તેની રચના સંવત ૧૯૬૨ ની સાલમાં થએલી છે. તેમાં આઠ આઠ થી અનિત્ય આદિ બાર ભાવનાનું વર્ણન આપવામાં આવ્યું છે. અમદાવાદથી સુરત ભણી વિહાર કરતાં રસ્તામાં તેનું ગુજરાતી ભાષાંતર લખવામાં આવ્યું છે, અને સુરતના ચાતુર્માસ્યમાં ૨૫ કાવ્યનું વિવેચન પણ લખાઈ ચૂકયું છે, પણ ત્યાર પછી અભ્યાસમાં પડવાથી અને મુંબઈ આવ્યા પછી અવકાશ થોડો મળવાથી વિવેચન આગળ લખાયું નથી.” મેં અરજ કરી કે આપને જ્યારે વખત મળે ત્યારે તેનું વિવેચન પૂરું કરી તે પુસ્તક બહાર પાડવાની મારી વિનંતિ ધ્યાનમાં લેશે. મહારાજશ્રીનું ગત ચાતુર્માસ્ય પૂરું થયું, પણ મુંબઈના શ્રાવકોના મનની પૂરી તૃપ્તિ થઈ નહિ. શ્રી સંઘે મહારાજશ્રોને આગ્રહ કરી બીજા ચાતુર્માસ્યને
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy