________________
પહેલી આવૃત્તિની પ્રસ્તાવના
भिन्नचिहि लोकः॥ कालिदास ॥ ખાનપાન, રહેઠાણ વગેરેમાં જેમ માણસોની રૂચિ ભિન્ન ભિન્ન હોય છે, તેમ વાંચન કે જ્ઞાનના સંબંધમાં પણ માણસોની રૂચિ અલગ અલગ જોવામાં આવે છે. કોઈને સાહિત્યને શેખ હેય છે તો કોઈને કાવ્યને શોખ હોય છે. કેઈને નોવેલ વાંચવાની રૂચિ હોય છે તે કોઈને તત્ત્વજ્ઞાનનાં પુસ્તક વાંચવાની રૂચિ જણાય છે. આ વિવિધતામાં પણ હાલના યુવકવર્ગમાં નૉવેલના વાંચનને શેખ કાંઈક વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. આ વધારે કેટલેક અંશે હિતને બદલે અહિતના માર્ગમાં સમાજને ઘસડી જાય એ સંભાવના કંઈ પાયા વગરની ન ગણુય. બુદ્ધિને સમાન તુલનામાં રાખવા માટે ઉપલી અસરને ઓછી કરવા તેની સામેનાં પુસ્તકોની કંઈ ઓછી જરૂર નથી. અલબત્ત, વિદ્વાન અને દીર્ઘદર્શી લેખકને હાથે લખાએલાં કેટલાએક નૈવેલનાં પુસ્તકો સમાજને નીતિ અને ધર્મનો ઉમદા અભ્યાસ કરાવે છે, પણ કેટલાએક લેભાગુ લેખકને હાથે લખાએલી નૈવેલો અધૂરા મનના યુવક વાંચકોને વિષય અને મેહના ખેટા ફંદમાં ફસાવવા સિવાય બીજી અસર કરતી નથી. આવી ખોટી અસર ભુંસાડવાને કર્તવ્યદર્શક અને અધ્યાત્મ રસનાં પુસ્તકે બહાર પડવાની ઘણું જરૂર છે.
પંડિત મુનિ મહારાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામી કે જેઓ હાલમાં પિતાના ગુરૂવર્ય મહારાજ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીની સાથે મુંબઈની પ્રજાને પિતાની વાણુને મધુર આસ્વાદ ચખાડે છે, તેમના રચેલા “ કર્તવ્ય-કૌમુદી ” નામના પુસ્તકની બીજી આવૃત્તિની એક નકલ લગભગ દોઢેક વર્ષ ઉપર મહારા જોવામાં આવી. બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી કે પુરૂષ, સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે અને સરસ બોધ પૂરા પાડે તેવા આ પુસ્તકે મારા મન ઉપર ઘણું જ ઉમદા છાપ પાડી. સંસ્કૃત સેકેની રચના પણ સાદી,