________________
वादिनो धर्मबोधादि विजयेऽस्य महत्फलम् ।
आत्मनो मोहनाशश्च प्रकटस्तत्पराजये ॥८-५॥ वादिन इति-वादिनो विजये सति । अस्य प्रागुक्तविशेषणविशिष्टस्य प्रतिवादिनो धर्मः श्रुतचारित्रलक्षणस्तस्य बोधः प्रतिपत्तिस्तदादि । आदिनाऽद्वेषपक्षपातावर्णवादादिग्रहः । महदुत्कृष्टं फलं भवति । ततः प्रतिवादिनः सकाशात् पराजये चात्मनोऽधिकृतसाधो मोहस्यातत्त्वादी तत्त्वाद्यध्यवसायलक्षणस्य नाशश्च प्रकट इत्युभयथापि फलवानयमिति भावः ।।८-५।।
ધર્મવાદમાં વાદીનો વિજય થાય તો તે પ્રતિવાદીને ધર્મબોધ વગેરે ફળની પ્રાપ્તિ થાય છે અને પ્રતિવાદી દ્વારા જો વાદીનો પરાજય થાય તો પોતાના(વાદીના) મોહનો નાશ થાય છે - એ સ્પષ્ટ છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે જૈનદર્શનના ત્રિકાલાબાધિત સિદ્ધાંતના સુપ્રતિપાદનથી વાદીને ધર્મવાદમાં વિજય પ્રાપ્ત કરવાનું ખૂબ જ સરળ બને છે. કારણ કે સામે પ્રતિવાદી પણ પૂર્વે જણાવ્યા મુજબ સ્વશાસ્ત્રનો જ્ઞાતા, મધ્યસ્થ અને પાપનો ભીરુ છે તેમ જ તત્ત્વનો અર્થી છે. સત્યનું સારી રીતે કરાયેલું પ્રતિપાદન અને તે પણ સુયોગ્યની પ્રત્યે; તેથી વાદીનો વિજય ખૂબ જ સરળતાથી થાય. પરિણામે પ્રતિવાદીને ધર્મનો બોધ થાય છે. પ્રતિવાદી મધ્યસ્થ અને તત્ત્વનો અર્થી હોવાથી તેને વાદી પ્રત્યે દ્વેષ થતો નથી. પોતાનું દર્શન બરાબર નથી.' - એનું જ્ઞાન થવાથી તેને સ્વદર્શન પ્રત્યે પક્ષપાત રહેતો નથી અને વાદીના (જૈનના) દર્શનની યથાર્થતાની પ્રતીતિ થવાથી તે દર્શનના તે અવર્ણવાદ કરતો નથી. આ રીતે ધર્મવાદમાં વાદીને વિજય પ્રાપ્ત થયે છતે ધર્મબોધ વગેરે સ્વરૂપ ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે.
કોઈ વાર વાદીનો પોતાની પ્રતિભા વગેરે કારણે પ્રતિવાદી દ્વારા પરાજય થાય તોપણ પ્રતિવાદી ઉપર જણાવ્યા મુજબ સુયોગ્ય હોવાથી અહંકારાદિ કરતો નથી. તેમ જ વાદી પ્રત્યે તિરસ્કારાદિનો પણ ભાવ ધારણ કરતો નથી. આવી સ્થિતિમાં વાદી પોતાનો પરાજય કેમ થયો? પોતે કઈ ભૂલ કરી?... વગેરેનો સારી રીતે વિચાર કરે છે, જેથી તેને સમજાય છે કે મેં અતત્ત્વમાં તત્ત્વનો અધ્યવસાય કર્યો એટલે પરાજય પામવાનો માટે પ્રસંગ આવ્યો પરંતુ તે અધ્યવસાય બરાબર નથી. આ પ્રમાણે જાણવાથી વાદ કરનાર પૂ. સાધુમહાત્માને પ્રકટ એવો મોહનાશ પ્રાપ્ત થાય છે. અતત્ત્વને તત્ત્વ માનવા સ્વરૂપ મોહના નાશથી વાદીને પરાજય પામવા છતાં મોટો લાભ થાય છે. યોગ્ય આત્માની સાથે વાત કરવાથી ઉપર જણાવ્યા મુજબ બંને રીતે લાભ થાય છે. વાદી અને પ્રતિવાદીને લાભનું કારણ ધર્મવાદ' બને છે. આથી સમજી શકાશે કે ધર્મની પ્રાપ્તિ માટે આત્માની યોગ્યતા : એ મુખ્ય કારણ છે. સ્વપરના કલ્યાણને કરનારી એ યોગ્યતાની કોઈ પણ રીતે ઉપેક્ષા નહિ કરવી જોઇએ. I૮-પા.
ધર્મવાદની પ્રધાનતાને વર્ણવીને તે જ કરવાયોગ્ય છે - તે જણાવાય છે–
૬
વાદ બત્રીશી