________________
ક્ષુદ્રતા વગેરે લક્ષણથી જણાતા “ભવાભિનંદી' જેવો હોય છે. તેઓ કહેતા હોય છે કે અસાર એવો પણ આ સંસાર; દહીં, દૂધ, પાણી, તાંબૂલ (મુખવાસ), પુષ્પ, સારભૂત દ્રવ્ય અને સ્ત્રી વગેરેના કારણે સારવાળો જણાય'... ઇત્યાદિ વચનો દ્વારા સંસારનું અભિનંદન કરવાના સ્વભાવવાળા તેઓ હોવાથી તેમને ભવાભિનંદી કહેવાય છે. ૧૦-પા ભવાભિનંદી જીવોનું સ્વરૂપ જણાવીને હવે લોકપંક્તિનું સ્વરૂપ જણાવાય છે
लोकाराधनहेतो र्या मलिनेनान्तरात्मना ।
क्रियते सक्रिया सा च लोकपङ्क्तिरुदाहृता ॥१०-६॥ लोकेति-लोकाराधनहेतो .कचित्तावर्जननिमित्तं । या मलिनेन कीर्तिस्पृहादिमालिन्यवता अन्तरात्मना चित्तरूपेण क्रियते सक्रिया शिष्टसमाचाररूपा । सा च योगनिरूपणायां लोकपङ्क्तिरुदाहृता થોળશાસ્ત્રૉ: 19૦-દ્દા
“લોકના ચિત્તને આવર્જિત કરવા મલિન એવા ચિત્તથી જે સક્રિયા કરાય છે, તેને યોગના નિરૂપણના વિષયમાં યોગના જાણકારોએ લોકપંક્તિ તરીકે વર્ણવી છે.” આશય એ છે કે શિષ્ટ પુરુષોએ આચરેલી જે ક્રિયાઓ છે, તેને સક્રિયાઓ કહેવાય છે. આવી સક્રિયાઓ પણ ખરી રીતે શુદ્ધ ચિત્ત વડે આત્માના કલ્યાણની ભાવનાપૂર્વક કરવાની છે. પરંતુ તે ક્રિયાઓ; લોકોના ચિત્તને પોતાની તરફ આકર્ષવા માટે પોતાની કીર્તિ વગેરે સર્વત્ર વિસ્તરે... ઇત્યાદિની સ્પૃહા વગેરેથી મલિન થયેલા ચિત્ત વડે કરવામાં આવે તો યોગશાસ્ત્રના જ્ઞાતાઓ યોગનિરૂપણના અવસરે તે ક્રિયાને લોકપંક્તિ તરીકે વર્ણવે છે.
સામાન્ય રીતે ભવાભિનંદી જીવો આહાર, ઉપધિ, પૂજા(સત્કારાદિ) ઋદ્ધિ અને રસગારવાદિમાં પ્રતિબદ્ધ હોય છે. તે બધાના રાગથી તેઓ ધર્મક્રિયાઓ કરે છે. એ રાગ ચિત્તસંબંધી મલ છે. રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન) : આ ત્રણ મલ છે. આવા મલથી યુક્ત જે ચિત્ત છે; તેને મલિન અંતરાત્મા કહેવાય છે, જે ભાવમનસ્વરૂપ છે. મલિન એવા અંતરાત્માથી ઉપર જણાવ્યા મુજબ જે ક્રિયા કરાય છે, તે પ્રાયઃ લોકના ચિત્તને ખુશ કરવા માટે કરાય છે. લોકો કરે છે માટે કરવું, લોકમાં સારું દેખાશે અને લોકો સારા માનશે... ઇત્યાદિ આશયથી કરાતી સક્રિયાઓ લોકપંક્તિ સ્વરૂપ છે.
યોગસ્વરૂપ ક્રિયાઓ અને લોકપંક્તિસ્વરૂપ ક્રિયાઓમાં ઉપર-ઉપરથી જોઈએ તો સામ્ય ઘણું જ દેખાય છે. પરંતુ બંન્નેના ફળમાં ઘણું જ અંતર હોય છે. આવા પ્રસંગે ખૂબ જ ઉપયોગપૂર્વક વિચારવું જોઇએ. /૧૦-૬ll
લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયાથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે–
યોગલક્ષણ બત્રીશી