SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ નેતિ-સ્પષ્ટ: ૧૦-રૂા. ચરમાવર્તને છોડીને બીજા આવન્તમાં (અચરમાવર્તકાળમાં) મિથ્યાત્વાદિથી આચ્છાદિત બુદ્ધિવાળા જીવો દિમૂઢ પ્રાણીઓની જેમ સન્માર્ગાભિમુખતાને પામી શકતા નથી.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આનો આશય એ છે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તકાળને છોડીને અન્ય પુદ્ગલપરાવર્તકાળમાં જીવોની બુદ્ધિ મિથ્યાત્વમોહનીયકર્મથી આચ્છાદિત હોવાથી સન્માર્ગ(મોક્ષસાધક માગ)સન્મુખ તેઓ થઈ શકતા નથી. એ કાળમાં જીવોની એવી યોગ્યતા જ હોતી નથી કે જેથી તેઓને સન્માર્ગાભિમુખતા પ્રાપ્ત થાય. દિમૂઢ પ્રાણીઓને જેમ કશું જ સૂઝતું નથી તેમ અચરમાવર્તવર્તી જીવોને સન્માર્ગ સમજાતો નથી. મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય; આમ તો ચરમપુદ્ગલપરાવર્તકાળમાં પણ હોય છે. પરંતુ અચરમાવર્તકાળના કારણે જીવને, તે વખતે સન્માગભિમુખતા પ્રાપ્ત થતી જ નથી. બંન્ને (અચરમાવર્ત અને ચરમાવ7) અવસ્થાના મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયમાં આ રીતે ફરક છે. કાળના ભેદે એવો ભેદ માન્યા વિના ચાલે એવું નથી. કારણ કે ચરમાવર્તકાળમાં પણ મિથ્યાત્વમોહનીયકર્મ ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ રસવાળું ઉદયમાં સંભવી શકે છે. આમ છતાં ચરમાવર્તકાળમાં સન્માર્ગાભિમુખતા પ્રાપ્ત થાય અને અચરમાવર્તકાળમાં તે પ્રાપ્ત ન થાય એમાં મુખ્યપણે તે તે કાળની પ્રયોજકતા સ્પષ્ટપણે સમજી શકાય છે. ૧૦-૩ll અચરમાવર્તકાળવાર્તા જીવોનું સ્વરૂપ વર્ણવાય છે– तदा भवाभिनन्दी स्यात्, सञ्जाविष्कम्भणं विना । धर्मकृत् कश्चिदेवाङ्गी, लोकपङ्क्तिकृतादरः ॥१०-४॥ तदेति तदाऽचरमेष्वावर्तेषु । अङ्गी प्राणी । सज्ञाविष्कम्भणमाहारादिसञ्ज्ञोदयवञ्चनलक्षणं विना । कश्चिदेव धर्मकृद् लौकिकलोकोत्तरप्रव्रज्यादिधर्मकारी । लोकपङ्क्तौ लोकसदृशभावसम्पादनरूपायां कृतादरः dયન: ચાત્ II9૦-૪ અચરમાવર્તકાળમાં ભવાભિનંદી, લોકપંક્તિમાં આદરવાળો અને આહારાદિ સંજ્ઞાનું વિષ્ક્રમણ કર્યા વિના ધર્મને કરનારો કોઇક જ હોય છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે અચરમાવર્તાકાળમાં પ્રાણીઓ ભવાભિનંદી હોય છે. સંસારમાં જ આનંદ પામનારા એ જીવોની અવસ્થાનું વર્ણન હવે પછી પાંચમા શ્લોકથી કરાશે. અચરમાવવર્તી જીવો આહારાદિ (ભય, મૈથુન, પરિગ્રહ) સંજ્ઞાને રોકી શકતા નથી, કોઇ જીવ તો લૌકિક અને લોકોત્તર એવી પ્રવ્રયાને પણ ગ્રહણ કરે છે. પરંતુ એ લોપંક્તિમાં કરાયેલા આદર સ્વરૂપ છે. લોકો જેવું કરે છે; તેના જેવું કરવાના ભાવને લઇને જ થતો એ પ્રયત્ન હોય છે. એની પાછળ શ્રદ્ધા કે જ્ઞાન વગેરે હોતાં નથી. મિથ્યાત્વ અને અજ્ઞાનની માત્રા એક પરિશીલન
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy