________________
ઉપાદાન - કારણમાં થાય છે. ઘટાર્થી નિયમે કરી મૃત્તિકાનું ઉપાદાન કરે છે અને પટાર્થી નિયમ કરી તંતુમાં પ્રવૃત્તિ કરે છે. આવી જ રીતે મોક્ષના અર્થી પણ તેવા પ્રકારના આત્મ – વ્યાપાર સ્વરૂપ યોગનું ઉપાદાન કરે છે. મોક્ષનું ઉપાદાન - કારણ હોવાથી યોગને અંતરંગ કારણ મનાય છે અને તેથી તેને લઈને મોક્ષની પ્રત્યે યોગની મુખ્ય કારણતા છે.
તદુપરાંત સામાન્યપણે ફળની પ્રાપ્તિના અવ્યવહિત પૂર્વકાળમાં જે કારણ વૃત્તિ હોય છે; અર્થાત્ જે કારણના અવ્યવહિત ઉત્તરકાળમાં કાર્યની ઉત્પત્તિ થાય છે, તે કાર્યની પ્રત્યે તે કારણ મુખ્ય બને છે. ફળને ઉત્પન્ન કરતી વખતે વિના વિલંબે જે ફળને ઉત્પન્ન કરે છે તે કારણને મુખ્ય મનાય છે. યોગને છોડીને મનુષ્યજન્મ, આદિશ, આર્યકુળ, સદગુરુનો યોગ અને ધર્મશ્રવણ વગેરે કારણોની પ્રાપ્તિ થવા છતાં તે વખતે મોક્ષની પ્રાપ્તિ ના થઈ અને યોગની પ્રાપ્તિ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાય છે કે મોક્ષસ્વરૂપ ફળની ઉત્પત્તિમાં યોગના કારણે વિલંબ થતો નથી. ફળની પ્રત્યે વિના વિલંબે તે કારણ હોવાથી મુખ્ય કારણતા યોગમાં છે. એ વાતને સ્પષ્ટ રીતે જણાવતાં શ્લોકના ઉત્તરાદ્ધમાં જણાવ્યું છે કે મોક્ષના કારણભૂત યોગનો સંભવ ચરમાવર્તમાં છે.
આશય એ છે કે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ એક પુદ્ગલપરાવર્ત કાળ છે. આવા અનંતાનંત પુદ્ગલપરાવર્ત આ સંસારમાં આજ સુધીમાં આપણે વિતાવ્યા છે. આ અનાદિ-અનંત સંસારમાં એક પુદ્ગલ-પરાવર્તકાળથી વધારે કાળ જીવને પરિભ્રમણ કરવાનું ન હોય ત્યારે તે જીવને માટે ચરમાવર્તકાળનો પ્રારંભ થાય છે. આ ચરમાવર્તકાળમાં જ જીવને મોક્ષકારણભૂત આત્મવ્યાપાર સ્વરૂપ યોગની પ્રાપ્તિ થઈ શકે છે. એ પૂર્વે અચરમાવર્ત કાળમાં મોક્ષોપયોગી મનુષ્યજન્માદિ સામગ્રી મળવા છતાં “યોગ'ની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે મોશોપયોગી અન્ય સામગ્રીની પ્રાપ્તિ કરતાં યોગની પ્રાપ્તિ પછી મોક્ષની પ્રાપ્તિ સત્વર થાય છે. તેથી વિના વિલંબે મોક્ષની પ્રાપ્તિનું કારણ હોવાથી યોગ મુખ્ય કારણ છે.
મોક્ષના ઉપાદાનના કારણે અને મોક્ષની પ્રાપ્તિ વિના વિલંબે કરાવતો હોવાના કારણે યોગને મુખ્યસ્વરૂપે કારણ માનવાથી અભવ્યની અને દૂરભવ્યની ક્રિયાનો અનુક્રમે વ્યવચ્છેદ કરાય છે અર્થાત્ એ ક્રિયાને યોગસ્વરૂપ માનવામાં આવતી નથી. કારણ કે અભવ્યની ક્રિયા ક્યારે ય મોક્ષનું ઉપાદાન બનતી નથી અને દૂરભવ્યની ક્રિયાઓ ખૂબ જ વિલંબે મોક્ષનું કારણે બને છે, જેથી તેમાં મોક્ષની કારણતા કે મોક્ષની મુખ્ય કારણતા માનવાનું શક્ય નથી અને તેથી તે યોગસ્વરૂપ પણ નથી. II૧૦-રા.
ચરમપુગલપરાવર્તકાળમાં જ યોગનો સંભવ છે. એની પૂર્વેના પુદ્ગલપરાવર્તકાળમાં યોગનો સંભવ નથી તે દષ્ટાંતપૂર્વક જણાવાય છે–
न सन्मार्गाभिमुख्यं स्यादावर्तेषु परेषु तु । मिथ्यात्वच्छनबुद्धीनां दिङ्मूढानामिवाङ्गिनाम् ॥१०-३॥
યોગલક્ષણ બત્રીશી