________________
છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ મહાન અર્થવાળી પણ કથા પરિક્લેશ ન થાય એ રીતે અત્યંત વિસ્તારથી ન કહેવી – તે જણાવ્યું છે. પરંતુ અત્યંત વિસ્તારથી જણાવેલા અર્થને ગ્રહણ કરવા શિષ્ય જો યોગ્ય હોય તો શિષ્યના અનુરોધ(આગ્રહપૂર્ણ ઈચ્છા)થી એવી કથા કરવામાં કોઈ દોષ નથી. કથાનો પ્રપચ્ચ - વિસ્તાર એકાંતે દુષ્ટ નથી. કથષ્યિ, એવા(વિસ્તારરુચિ) શિષ્યના અનુરોધથી અત્યંત વિસ્તારથી કથા કરવામાં કોઈ દોષ નથી.
તેથી જ અનુયોગના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. સામાન્ય રીતે સૂત્રના અર્થનું વર્ણન કરવું: તેને અનુયોગ કહેવાય છે. સૌથી પ્રથમ સૂત્રના અનુસાર અર્થ જણાવવા સ્વરૂપ સૂત્રાર્થાનુયોગ નામનો પ્રથમ અનુયોગ છે. ત્યાર પછી સૂત્રની નિયુક્તિના અર્થ સાથે સૂત્રનો અર્થ જણાવવા સ્વરૂપ નિર્યુક્લિમિશ્રિત સૂત્રાથનુયોગ - એ દ્વિતીય અનુયોગ છે અને ત્યાર બાદ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા વગેરેને આશ્રયીને થતા સમગ્ર અર્થની સાથે સૂત્રનો અર્થ જણાવવા સ્વરૂપ સમગ્ર (નિરવશેષ) સૂત્રાર્થાનુયોગ આ ત્રીજો અનુયોગ છે. જો પૂર્વે જણાવ્યા મુજબ અત્યંત વિસ્તારથી કથા કરવાની જ ન હોય તો આ રીતે વર્ણવેલા અનુયોગના ભેદો અનિશ્ચિત્કર થશે. તેથી સમજી શકાશે કે શ્રોતા-શિષ્યની રુચિ વગેરેને આશ્રયીને અત્યંત વિસ્તારથી પણ કથા કરવામાં કોઈ દોષ નથી. શ્રોતાની રુચિ અને ક્ષમતાદિને જોયા વિના કરાયેલો કથાપ્રપગ્ય દોષાધાયક છે. I-૨૮ કથા કરનારની પટુતાદિનું વર્ણન કરવા દ્વારા કથા કરવા સંબંધી વિધિને જણાવાય છે–
विध्युद्यमभयोत्सर्गापवादोभयवर्णकैः ।
कथयन्न पटुः सूत्रमपरिच्छिद्य केवलम् ॥९-२९॥ વિધિ, ઉદ્યમ, ભય, ઉત્સર્ગ, અપવાદ, તદુભય અને વર્ણક... ઇત્યાદિ સ્વરૂપે સૂત્રને જાણ્યા વિના માત્ર જે કથા કરે છે તે પટુ નિપુણ) નથી.” - આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે વિધિ, ઉદ્યમ, ભય અને ઉત્સર્ગ... વગેરે સંબંધી સૂત્રના વિભાગને જાણીને તે દ્વારા તે તે સૂત્રને અનુલક્ષી કથા કરનાર ખરેખર જ પટુ છે. અર્થાત્ વિધિ વગેરેનો ખ્યાલ રાખી તે તે સંબંધી સૂત્રની કથા વક્તાએ કરવી જોઈએ. એવો કોઈ ખ્યાલ રાખ્યા વિના સૂત્રનો પરિચ્છેદ ન કરતાં કથાને કરનાર પટુ (હોશિયાર) નથી.
વિધિસૂત્ર, ઉદ્યમસૂત્ર, ભયસૂત્ર, ઉત્સર્ગસૂત્ર, અપવાદસૂત્ર, ઉભય(તદુભય)સૂત્ર અને વર્ણકસૂત્ર.... વગેરે પ્રકારે સૂત્રો અનેક પ્રકારનાં છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલાં તે તે અનુષ્ઠાનો કઈ રીતે કરવાં જોઇએ તે જણાવનારાં વિધિસૂત્રો છે. “સંપત્તે મિવર્ષાનંભિ (શ્રી દશવૈકાલિક સૂત્ર, અ.-૫)...” ઈત્યાદિ સૂત્રો વિધિસૂત્રો છે. ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે
એક પરિશીલન