________________
ક્રમે શ્લોક નં. ૨૨-૨૩ અને ૨૪થી એ રીતે વર્ણન કર્યું છે. અન્યથા શ્લોક નં. ૨૧માં જણાવેલા ક્રમે અકથાના નિરૂપણ પછી વિકથાનું નિરૂપણ કરવું જોઇએ. I૯-૨૩ કથા જ્યારે વિકથાસ્વરૂપ બને છે; ત્યારનું તેનું સ્વરૂપ વર્ણવાય છે
यः संयतः प्रमत्तस्तु, बूते सा विकथा मता ।
कर्तृश्रोत्राशये तु स्याद्, भजना भेदमञ्चति ।।९-२४॥ य इति-यः संयतः प्रमत्तः कषायादिवशगस्तु बूते । सा विकथा मता । तथाविधपरिणामनिबन्धनत्वात् । तदुक्तं-“जो संजओ पमत्तो रागद्दोसवसगो परिकहेइ । सा उ विकहा पवयणे पन्नत्ता धीरपुरिसेहिं ।।१।।” कर्तृश्रोत्राशये तु भेदमञ्चति सति भजना स्यात्, तं प्रति कथान्तरापत्तेः ।।९-२४।।
જે સંયત મહાત્મા પ્રમત્ત થઈને કથાને કરે છે; તે કથાને વિકથા કહેવાય છે. કારણ કે તે કથાથી કર્તા અને શ્રોતાને પુરુષાર્થપ્રતિપત્તિના વિરોધનો પરિણામ પ્રાપ્ત થાય છે. પરંતુ એ બંન્નેના આશયમાં વિશેષતા હોય તો શ્રોતાની અપેક્ષાએ તે કથા વિકથાસ્વરૂપ બનતી નથી. અર્થાત્ કથાના વિકથાસ્વરૂપમાં ભજના(હોય પણ અને ન પણ હોય) થાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યર્થ છે.
કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સંયમી મહાત્માઓ જયારે કષાય - વિષય-નિદ્રાદિ પ્રમાદને પરવશ બની જે કહે છે તેને આગમમાં વિકથા તરીકે વર્ણવી છે. કારણ કે પ્રમાદને આધીન બની કરાયેલી કથા શ્રોતા અને વક્તાના પુરુષાર્થપ્રતિપત્તિના વિરોધી પરિણામનું કારણ બને છે. વિકથાનું અને પ્રમાદવશ કરાયેલી કથાનું કાર્ય એક જ હોવાથી તેવી કથાને વિકથા તરીકે વર્ણવી છે. શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં એ વિષયમાં ફરમાવ્યું છે કે, “રાગ અને દ્વેષને વશ બનેલો પ્રમત્ત એવો સંયત (મધ્યસ્થ નહીં, રાગદ્વેષને આધીન બનેલો) જે કહે છે તેને પ્રવચન(આગમ)માં શ્રી તીર્થંકર પરમાત્માદિ ધીર પુરુષોએ વિકથા તરીકે વર્ણવી છે.”
કષાયાદિ પરવશ બની કથા કહેનારના આશયના કારણે શ્રોતાને પણ તેના જેવો જ ભાવ આવવાથી એ કથા બંન્ને માટે વિકથાસ્વરૂપ પરિણમે છે. પરંતુ યોગ્યતાવિશેષના કારણે શ્રોતાને પુરુષાર્થપ્રતિપત્તિનો પરિણામ પ્રાપ્ત થાય તો શ્રોતાને આશ્રયીને એ કથા કથાતર બને છે. આ રીતે વિકથાના સ્વરૂપના વિષયમાં ભજના છે. આશયવિશેષે અકથા, કથા અને વિકથાનું સ્વરૂપ સમજવું જોઇએ. યોગ્ય વક્તા અને શ્રોતાને આશ્રયીને કથાનું સ્વરૂપ કથાસ્વરૂપે રહે છે. અન્યથા તે અકથાદિસ્વરૂપે પરિણમે છે. ૯-૨૪માં પૂ. શ્રમણભગવંતોએ જેવી કથા કરવી ના જોઇએ - તે જણાવાય છે–
सन्धुक्षयन्ति मदनं, शृङ्गारोक्तैरुदर्चिषम् । कथनीया कथा नैव, साधुना सिद्धिमिच्छता ॥९-२५॥
૬૮
કથા બત્રીશી