SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યને સૌથી પ્રથમ ધનના જેવી આપણીકથા સ્વરૂપ દેશના આપવી જોઈએ. ત્યાર પછી શ્રોતા દ્વારા અર્થ ગ્રહણ કરાય છતે તેની વૃદ્ધિના ઉપાય જેવી વિક્ષેપણી કથા કહેવી.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે- પૂર્વે જણાવેલી ધર્મકથા શિષ્યને આપવી જોઇએ. અન્ય ગ્રંથમાં શિષ્યને વૈનેયક તરીકે વર્ણવ્યો છે. જે વિનય આચરે છે, રાત અને દિવસ વિનયથી જ જે જીવન વિતાવે છે તેને વૈનેયક-શિષ્ય કહેવાય છે. એવા શિષ્યને ધર્મકથા સંભળાવવી. ધર્મનો અર્થી હોય પરંતુ વિનયી ન હોય તો તેને ધમદશના આપવી ના જોઇએ. પૂ. ગુરુદેવશ્રીના પરમતારક વચનને માનવા સ્વરૂપ જ અહીં મુખ્ય વિનય છે. શાસન કરી શકાય એવી જેનામાં યોગ્યતા છે; તેને શિષ્ય કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં એને પ્રજ્ઞાપનીય તરીકે વર્ણવાય છે. એવા પ્રજ્ઞાપનીય આત્માઓને જ ધર્મકથા કહેવી. બીજાઓને એવી કથા કહેવાથી કોઈ લાભ નથી. યોગ્ય શિષ્યને પણ સૌથી પ્રથમ પૂર્વે જણાવ્યા મુજબની આપણીકથા કહેવી. એ આપણીકથા ધન જેવી છે. આજીવિકા માટે ધન જેમ મુખ્ય સાધન છે તેમ ધર્મકથામાં મુખ્ય આક્ષેપણીકથા છે. આજીવિકાનો આધાર જેમ ધન છે તેમ બાકીની ધર્મકથાઓનો આધાર આક્ષેપણી કથા છે. મોહથી તત્ત્વ પ્રત્યે જીવ આકર્ષાય નહિ તો તે જીવો પ્રત્યે ધર્મકથાનો કોઈ ઉપયોગ નથી. તત્ત્વ પ્રત્યે આકૃષ્ટ શ્રોતાને ખૂબ જ સરળતાથી તત્ત્વ સમજાવી શકાય છે. આક્ષેપણીકથામાં જણાવેલા અર્થને શિષ્ય ગ્રહણ કરી લે પછી એ અર્થ(ધનજેવા અર્થ)ની વૃદ્ધિના ઉપાય જેવી વિક્ષેપણીકથા કહેવી. આપણી પાસે ધન હોય તો તેની વૃદ્ધિ માટેના જેમ ઉપાયો યોજાય છે તેમ આક્ષેપણીકથાથી જણાવેલા અર્થની દઢતાદિ માટે તેના ઉપાય તરીકે વિક્ષેપણીકથા કહેવી જોઇએ. II૯-૧ળા. શિષ્યને પ્રથમ આપણી અને પછી વિપરીકથા કહેવી જોઈએ. આવું શા માટે ? તે જણાવાય છે आक्षेपण्या किलाक्षिप्ता, जीवाः सम्यक्त्वभागिनः । विक्षेपण्यास्तु भजना, मिथ्यात्वं वाऽतिदारुणम् ॥९-१८॥ आक्षेपण्येति-आक्षेपण्याक्षिप्ता आवर्जिताः किल जीवाः । सम्यक्त्वभागिनो योगेन सम्यक्त्वलाभवन्तोऽसति प्रतिबन्धे तथावर्जनेन मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमोपपत्तेः । विक्षेपण्यास्तु सकाशात् फलप्राप्तौ भजना कदाचित्ततः सम्यक्त्वं लभन्ते कदाचिन्नेति । तच्छ्रवणात्तथाविधपरिणामानियमादतिदारुणं महाभयङ्करं मिथ्यात्वं वा ततः स्यात् । जडमतीनामभिनिविष्टानां । तदुक्तं-“अक्खेवणिवक्खित्ता जे जीवा ते लहंति सम्मत्तं । विक्खेवणीइभज्जं गाढयरागं च मिच्छत्तं ॥१॥" ।।९-१८॥ એક પરિશીલન
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy