________________
આ સંસારમાં સુખ આપનારાં સાધનો પરમાર્થથી ન હોવા છતાં અજ્ઞાનને આધીન બની કંઈકેટલાય પદાર્થોને સુખ આપનારા આપણે માની લઈએ છીએ. આપણી માન્યતાની વિચિત્રતા ત્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે કે જયારે પાપને પણ આપણે સુખનું સાધન માની લઇએ છીએ અને એ મુજબ સુખની પ્રાપ્તિ માટે પાપ કરવાની પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ. પૂ. ભવનિતારક ગુરુભગવંતની પાસે ધર્મકથાના શ્રવણથી એ વિચિત્રતા સમજાય એટલે જીવ પાપથી વિરામ પામવા માટે પ્રયત્ન કરે છે. આમ જોઈએ તો સામાન્ય રીતે રાગ, દ્વેષ અને મોહ: આ ત્રણના કારણે જીવ પાપમાં પ્રવર્તે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ : આ કર્મબંધનાં કારણ છે. જયાં સુધી એ કારણો છે ત્યાં સુધી આત્મા સતત કર્મનો બંધ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયની અપેક્ષાએ પ્રમાદની ભયંકરતા અધિક છે. છઠ્ઠા ગુણસ્થાનકે પહોંચ્યા પછી પણ પ્રમાદને દૂર કરવાનું કામ ઘણું જ કપરું છે. શ્રુતકેવલી મહાત્માઓને પણ નિગોદાદિ અવસ્થામાં જવું પડતું હોય તો તે પ્રમાદને લઇને.
આ સંસારથી મુક્ત થવા માટે તત્પર બનેલા મહાત્માઓને પ્રમાદની ભયંકરતાનો ખ્યાલ તો હોય જ. પરંતુ એને દૂર કરવા માટે પણ એક પ્રકારનો પ્રમાદ થતો હોય છે. મિથ્યાત્વાદિને આધીન ન બનનારા પણ પ્રમાદને આધીન બનતા જોવા મળે ત્યારે પ્રમાદની ભયંકરતા સ્પષ્ટપણે પ્રતીત થાય છે. શ્લોકના પૂર્વાર્ધમાં પ્રમાદની ભયંકરતા માર્મિક રીતે વર્ણવી છે. અલ્પ એવા પ્રમાદનો પરિણામ(વિપાક) અત્યંત ભયંકર છે. “ઉપદેશ-પ્રાસાદ' વગેરે ગ્રંથમાં આ વિષયમાં યશોધર રાજાદિનું દૃષ્ટાંત જણાવ્યું છે, જે મુમુક્ષુ આત્માઓએ યાદ રાખવું જોઈએ. પ્રાણીવધ કોઈ પણ સંયોગોમાં નહિ કરવાનું સત્ત્વ ધરાવતા હોવા છતાં નહિ જેવા પ્રમાદને પરવશ બની લોટના કૂકડાનો વધ કર્યો તો તેમને સાત ભવ સુધી અનેક જાતના દુઃખના વિપાકો અનુભવવા પડેલા... ઇત્યાદિ પ્રસિદ્ધ ચરિત્ર આ વિષયમાં સ્મરણીય છે. નિદ્રા, વિકથા, વિષય, કષાય અને મદિરા - આ પાંચ પ્રમાદ તેમ જ અજ્ઞાન, સંશય, સ્મૃતિભ્રંશ, વિપર્યાસ, અશુભયોગ, ધર્મમાં અનાદર, રાગ અને દ્વેષ - આ આઠ પ્રમાદ પ્રસિદ્ધ છે. એનો અલ્પ પણ અંશ અત્યંત દારુણ વિપાકનો અનુભવ કરાવનાર છે... ઇત્યાદિ નિર્વેજનીકથામાં વિસ્તારથી વર્ણવાય છે, જેને અહીં નિર્વેજનીકથાના રસ તરીકે વર્ણવાય છે. આ કથાનું વર્ણન કરતી વખતે શ્રોતાને પ્રમાદની ભયંકરતાનો ખ્યાલ આવે તે રીતે એ રસ જળવાય એ માટે અપ્રમત્ત બની રહેવું જોઇએ./૯-૧૬ll ઉપર જણાવ્યા મુજબની ચાર પ્રકારની ધર્મકથાઓમાંથી કઈ કોને કહેવી તે જણાવાય છે
आदावाक्षेपणीं दद्याच्छिष्यस्य धनसन्निभाम् । विक्षेपणी गृहीतेऽर्थे वृद्ध्युपायमिवादिशेत् ॥९-१७॥
બાવાવતિ–સ્પષ્ટ: //૬-૧૭ની
કથા બત્રીશી