________________
तत्तदिति—तस्य तस्य कल्याणस्य परिशुद्धप्रवचनाधिगमातिशायिधर्मकथाऽविसंवादिनिमित्तादिलक्षणस्य । योगेन व्यापारेण । कुर्वन् विदधानः । सत्त्वार्थमेव मोक्षबीजाधानादिरूपं न त्वात्मम्भरिरपि । स सद्बोधिमान् । तीर्थकृत्त्वमवाप्नोति लभते । परं प्रकृष्टं । कल्याणसाधनं भव्यसत्त्वशुभप्रयोजनकारि । स्वजनादिभवोद्दिधीर्षणया सद्बोधिप्रवृत्तिस्तु गणधरपदसाधनं भवतीति द्रष्टव्यम् । यत उक्तं - “चिन्तयत्येवमेवैतत्स्वजनादिगतं तु यः । तथा अनुष्ठानतः सोऽपि धीमान् गणधरो भवेत् ।9।” ।।१५-१४।।
“તે તે કલ્યાણના વ્યાપાર વડે મોક્ષના બીજાધાનાદિ સ્વરૂપ સત્ત્વાર્થ(જીવોના કાર્ય)ને કરનારા તે સમ્યગ્દષ્ટિ આત્માઓ; ભવ્યજીવોના કલ્યાણના શ્રેષ્ઠ સાધનભૂત એવા શ્રી તીર્થંક૨૫ણાને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકરપદને પ્રાપ્ત કરાવનાર સદ્બોધિ(વરબોધિ-સમ્યક્ત્વવિશેષ)થી યુક્ત પુણ્યાત્માઓ; પરિશુદ્ધ પ્રવચનના જ્ઞાનથી શ્રેષ્ઠ એવી ધર્મકથા વડે અવિસંવાદિ (ચોક્કસ ફળને આપનાર) નિમિત્ત સ્વરૂપ કલ્યાણની પ્રવૃત્તિથી; મોક્ષનાં બીજો(સમ્યગ્દર્શનાદિ)ને પ્રાપ્ત કરાવવા સ્વરૂપ જીવોના પ્રયોજનને સિદ્ધ કરે છે. ભાવાર્થ એ છે કે જેમને વરબોધિ પ્રાપ્ત થયું છે; તે પુણ્યાત્માઓ સતત પરકલ્યાણમાં પ્રવૃત્ત હોય છે. તાત્ત્વિક રીતે કલ્યાણ મોક્ષનાં બીજોની પ્રાપ્તિથી થતું હોય છે. સામાન્યથી મોક્ષનાં બીજોનું આધાન કરવા સ્વરૂપ જ અહીં સત્ત્વાર્થ(પરાર્થ) છે. આ સત્ત્વાર્થને વરબોધિવાળા જીવો કરતા હોય છે. માત્ર પોતાનું જ કલ્યાણ કરનારા તેઓ હોતા નથી. તેથી તેઓ માત્ર સત્ત્વાર્થને કરતા હોવાથી આત્મભરી પણ નથી.
આ રીતે સત્ત્વાર્થને કરનારા તેઓ ધર્મદેશનાસ્વરૂપ અવિસંવાદિ નિમિત્ત અને પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ કલ્યાણને કરે છે. ધર્મદેશના; અતિશયવાળી - અચિંત્ય સામર્થ્યવાળી હોય છે. કારણ કે તે પરિશુદ્ધ પ્રવચનના જ્ઞાનથી થયેલી છે. બીજા જીવોને મોક્ષના બીજની પ્રાપ્તિ કરાવવા માટે એ પ્રબળ નિમિત્ત છે. તદુપરાંત આ આત્માઓની તે તે ઉચિત પ્રવૃત્તિ પણ પરોપકારના આશયથી ગર્ભિત હોય છે. તેથી આવી કલ્યાણકારિણી ધર્મકથાદિની પ્રવૃત્તિ દ્વારા સત્ત્વાર્થને કરતા આ વરબોધિથી સમન્વિત આત્માઓને; ભવ્યજીવોના શુભ પ્રયોજન(કાર્ય)ને કરનાર એવા કલ્યાણના સાધનભૂત શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે.
આવી જ સદ્બોધિથી યુક્ત પ્રવૃત્તિ; સમસ્ત સત્ત્વ(જીવ)ના વિષયના બદલે સ્વજનાદિને ભવથી પાર ઉતારવા સંબંધી હોય તો તે વરબોધિવાળા આત્માને ગણધરપદની પ્રાપ્તિ થાય છે. કારણ કે એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે. - “આ બધાને વરબોધિથી યુક્ત એવો હું સંસારથી પાર ઉતારું ! - આ પ્રમાણે જ જેઓ સ્વજનાદિના વિષયમાં ચિંતવે છે, તેઓ તે મુજબના પરોપકારસ્વરૂપ અનુષ્ઠાનથી પ્રશસ્ત બુદ્ધિવાળા ગણધર થાય છે.” ।।૧૫-૧૪||
પ્રાણીમાત્રને અથવા તો સ્વજનાદિને સંસારથી પાર ઉતારવાની ચિંતા જેમને ન હોય તેઓ કેવા થાય છે ? - આ જિજ્ઞાસામાં જણાવાય છે—
-
૨૮૪
સમ્યગ્દષ્ટિ બત્રીશી