________________
એકાંતનિત્યાદિપક્ષમાં તેઓએ જણાવેલા હિંસાદિના સંભવને જણાવીને તેના અસંભવને જણાવાય છે
मनोयोगविशेषस्य ध्वंसो मरणमात्मनः । हिंसा तच्चेन्न तत्त्वस्य सिद्धेरर्थसमाजतः ॥८-१६॥
मन इति-मनोयोगविशेषस्य स्मृत्यजनकज्ञानजनकमनःसंयोगस्य ध्वंस आत्मनो मरणं तद्धिंसा । इयं ह्यात्मनोऽव्ययेऽप्युपपत्स्यते । अतिसान्निध्यादेव हि शरीरखण्डनादात्मापि खण्डित इति लोकानामभिमानो नायं विशेषदर्शिभिरादरणीय इति चेन्न, तत्त्वस्योक्तध्वंसत्वस्य अर्थसमाजतोऽर्थवशादेव सिद्धेः । स्मृतिहेत्वभावादेव स्मृत्यजननाच्चरममनःसंयोगस्यापि संयोगान्तरवदेव नाशात् । तथा च नेयं हिंसा केनचित् कृता स्यादिति सुस्थितमेव सकलं जगत् स्यात् ।।८-१६।।।
મનોયોગવિશેષનો ધ્વંસ એ આત્માનું મરણ છે; તે હિંસા છે – આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે તે મનોયોગવિશેષનો ધ્વંસ તેના કારણસમુદાયથી જ સિદ્ધ છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે જ્ઞાનમાત્રની પ્રત્યે આત્મમનઃસંયોગ કારણ છે અને જ્ઞાન સ્મૃતિનું કારણ છે. મરણ સમયે જે જ્ઞાન થાય છે તેનાથી સ્મૃતિ થતી નથી. સ્મૃતિને ઉત્પન્ન કરનાર જ્ઞાનની પ્રત્યે જે આત્મમનઃસંયોગ છે અને સ્મૃતિની પ્રત્યે કારણ નહીં બનનાર જ્ઞાનને ઉત્પન્ન કરનાર એવો જે આત્મમનઃસંયોગ છે એ બંન્ને જુદા છે. એક મરણાવસ્થાની પૂર્વેનો છે અને બીજો મરણક્ષણાવ્યવહિત પૂર્વેક્ષણવૃત્તિ છે... અહીં સ્કૃતિના અજનક એવા જ્ઞાનના કારણભૂત આત્મમનઃસંયોગવિશેષનું ગ્રહણ કરવાનું છે.
આ મનઃસંયોગવિશેષના ધ્વંસ સ્વરૂપ આત્માનું મરણ છે અને તે હિંસા છે. આ હિંસા આત્માનો વ્યય ન થાય તોપણ ઉપપત્ર (સંગત) થઈ શકશે. આકાશમાં કોઈ પણ જાતનો વ્યય ન થવા છતાં આકાશઘટના સંયોગનો ધ્વંસ સંભવી શકે છે તેમ મનઃસંયોગવિશેષના ધ્વસની ઉપપત્તિ શક્ય બને છે. “આત્માનો કોઈ પણ રીતે વ્યય થતો ન હોય તો આત્મા ખંડિત થયો.. વગેરે વ્યવહાર કઈ રીતે સંગત થાય?' આવી શંકા કરવી નહિ. કારણ કે શરીરની સાથે અત્યંત સાંનિધ્ય હોવાથી શરીરના ખંડનથી “આત્મા પણ ખંડિત થયો. આવા પ્રકારનું અભિમાન લોકને થાય છે. શરીર અને આત્મા : એ બેમાં ભેદના જ્ઞાનને ધારણ કરનાર વિશેષદર્શી પ્રાજ્ઞ પુરુષોને તે આભિમાનિક પ્રતીતિ આદર કરવા માટે ઉચિત નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ આત્મમનઃસંયોગવિશેષના ધ્વંસ સ્વરૂપ મરણને હિંસા માનવાથી આત્માનો કથંચિત્ વ્યય ન થવા છતાં હિંસા ઉપપન્ન થઈ શકે છે.
પરંતુ એ બરાબર નથી. કારણ કે, તાદશ આત્મમનઃસંયોગવિશેષનો ધ્વંસ તેના કારણસામગ્રીથી જ થઈ શકે છે. તેના માટે કોઇએ પ્રયત્ન કરવાની જરૂર નથી, કે જેથી તેવા
એક પરિશીલન
૨૩