________________
વિકારથી વિકલ (રહિત) આત્માને શાંત કહેવાય છે. શબ્દાદિ વિષયોની અનુકૂળતા અને પ્રતિકૂળતાની પ્રાપ્તિમાં જે રતિ અને અરતિ થાય છે, તે ઇન્દ્રિયોનો વિકાર છે. કારણ કે એ રતિ અને અરતિ વિષયોમાં તે તે ઇન્દ્રિયને પ્રવૃત્ત અને નિવૃત્ત કરે છે. અનુકૂળવિષયને ગ્રહણ કરવામાં તત્પર તેમ જ પ્રતિકૂળ વિષયને દૂર કરવામાં તત્પર એવી ઇન્દ્રિયો વસ્તુતઃ વિકૃત છે. વિષયની અસારતાદિનું પરિભાવન કરવાથી આત્મા ઇન્દ્રિયોના વિકારથી રહિત-શાંત બને છે. તેથી જ વિષયનિરપેક્ષ આત્મા; કષાયના વિકારથી પણ રહિત બને છે. સામાન્યથી ક્રોધાદિ કષાયના કાર્ય પ્રસિદ્ધ છે. દ્વેષ, પરનો પરાભવ, પરવચ્ચેના અને વિષયની લોલુપતા વગેરે કષાયોના વિકારો છે. આવા ઇન્દ્રિયો અને કષાયોના વિકારથી વિકલ આત્માને શાંત' કહેવાય છે, જેઓ ઇન્દ્રિયો અને કષાયથી પીડાતા નથી, પરંતુ અવસરે ઇન્દ્રિયો અને કષાયને પીડતા હોય છે. ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ અનુષ્ઠાનોમાં પ્રતિબદ્ધ (તત્પર) ચિત્તવાળા આત્માને ‘ઉદાત્ત કહેવાય છે. “શોદાત્ત: અહીં કર્મધારય સમાસ હોવાથી; એક જ આત્માની એ બંન્ને અવસ્થા સમજવાની છે.
ઇન્દ્રિયો અને કષાયોની વિદ્યમાનતામાં સામાન્યથી વિષયગ્રહણાદિની પ્રવૃત્તિ તો થવાની જ છે. પરંતુ એ વખતે તેમાં તેના વિકારો ભળવા જોઈએ નહિ. એ વિકારોથી વિકલ એવા શાંત આત્માઓ જ ખરી રીતે ઉચ્ચ-ઉચ્ચતર આચરણમાં બદ્ધચિત્ત બનતા હોય છે. કારણ કે પ્રાયઃ એ જાતિની બદ્ધચિત્તતામાં વિષય-કષાયના વિકારો જ અવરોધક બને છે. શાંતાત્માઓમાં એ અવરોધ ન હોવાથી ઉદાત્ત અવસ્થાને તેઓ પ્રાપ્ત કરતા હોય છે; અને તેથી અપુનર્બન્ધકોચિત સંક્લેશરહિત પ્રકૃતિના કારણે ચિત્તના શુદ્ધપરિણામને તેઓ પ્રાપ્ત કરે છે. ૧૪-શા.
ઉપર જણાવેલી વાત વ્યતિરેકથી(નિષેધમુખે) અર્થાત્ જેઓ સંક્લેશથી રહિત પ્રકૃતિને ધારણ કરતા નથી; તેમને શુદ્ધચિત્તપરિણામ પ્રાપ્ત થતા નથી – એ રીતથી જણાવાય છે–
अङ्गाभावे यथा भोगोऽतात्त्विको मानहानितः ।।
शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पजा ॥१४-८॥ अङ्गाभाव इति-अङ्गानां भोगाङ्गानां रूपवयोवित्ताढ्यत्वादीनां वात्स्यायनोक्तानामभावे सति । भोगोऽतात्त्विकोऽपारमार्थिकः । मानहानितः “अहं सुखी” इत्येवंविधप्रतिपत्तिलक्षणमानापगमादपूर्यमाणेच्छत्वेन तदनुत्थानाच्च । शान्तोदात्तत्वविरहे सति । एवं क्रियापि गुर्वादिपूजनारूपा । विकल्पजा विपर्यासजनिता । न तु तात्त्विकी, अन्तःसुखप्रवाहानुत्थानात् । तदुक्तं-“मिथ्याविकल्परूपं तु द्वयोर्द्वयमपि સ્થિતમ્ | વુદ્ધિવરાત્પનાશસ્વિનિર્મિત ન તુ તત્ત્વત: [ોવિન્યુ ૧૮૧] Iછા” I9૪-૮૫
“ભોગનાં અંગોનો અભાવ હોય ત્યારે માનહાનિ થવાથી ભોગ જેમ અતાત્ત્વિક છે, તેમ શાંત અને ઉદાત્ત અવસ્થાના વિરહમાં થનારી ગુવદિપૂજા વગેરે સ્વરૂપ ક્રિયા પણ વિકલ્પવિપર્યાસથી ઉત્પન્ન થયેલી હોય છે. (તાત્ત્વિક નથી)” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
૨૩૬
અપુનર્બન્ધક બત્રીશી