________________
ગણાય છે. તેની આત્મપરિણતિ કેવી છે - એ જોવાનું કે વિચારવાનું આજે લગભગ આવશ્યક ગણાતું નથી, જેના ફળ સ્વરૂપે આરાધનાનું ચિત્ર વિચિત્ર બન્યું છે. જો હજુ પણ એ અંગે ગંભીરતાપૂર્વક વિચારવામાં નહીં આવે તો કોણ જાણે ભવિષ્યમાં કેવી કરુણ સ્થિતિ સર્જાશે? ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી તાત્ત્વિક અને અતાત્ત્વિક એવી યોગની પૂર્વસેવાનો વિચાર કરવાથી સમજાશે કે સંક્લેશને દૂર કર્યા વિના ક્લેશથી કોઈ પણ રીતે મુક્ત નહીં જ થવાય. ૧૪-l.
યોગશાસ્ત્ર પ્રસિદ્ધ અપુનર્બન્ધકદશાની પ્રકૃતિના કારણે જે ગુણો પ્રાપ્ત થાય છે, તે દષ્ટાંતપૂર્વક જણાવાય છે–
शान्तोदात्तस्तयैव स्यादाश्रयः शुभचेतसः ।
धन्यो भोगसुखस्येव वित्ताढ्यो रूपवान् युवा ॥१४-७॥ शान्तोदात्त इति-तयैवापुनर्बन्धकोचितैष्यद्भद्रप्रकृत्यैव । शान्तोदात्तः स्यात् । शान्तस्तथाविधेन्द्रियकषायविकारविकलः । उदात्त उच्चोच्चतराद्याचरणबद्धचित्तः । ततः कर्मधारयः । तथा शुभचेतसः शुद्धचित्तपरिणामस्य । आश्रयः स्थानं । धन्यः सौभाग्यादेयतादिना धनार्हः । भोगसुखस्येव शब्दरूपरसगन्धस्पर्शसेवालक्षणस्य यथाश्रयः । वित्ताढ्यो विभवनायकः । रूपवान् शुभशरीरसंस्थानः । युवा तरुणः પુમન્ II9૪-૭ના
શ્રીમંત, રૂપવાન અને યુવાન એવો ધન્ય માણસ જેમ ભોગસુખનો આશ્રય બને છે તેમ ભવિષ્યમાં કલ્યાણનું કારણ બનનારી એવી અપુનર્બન્ધક આત્માને ઉચિત પ્રકૃતિ(સ્વભાવ)થી જ શાંત એવો ઉદાત્ત આત્મા શુભચિત્તનો આશ્રય બને છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સમજી શકાય છે કે પાંચ ઇન્દ્રિયોના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ સ્વરૂપ વિષયોના ભોગજન્ય સુખની ગમે તેટલી ઈચ્છા હોય તોપણ દરેકને એ સુખ પ્રાપ્ત થતું નથી. એ સુખના આશ્રય બનવા માટે માણસમાં કેટલીક યોગ્યતા હોવી જરૂરી છે. સુખની તેવા પ્રકારની ઇચ્છાવાળો; શ્રીમંત એટલે કે સંપત્તિનો સ્વામી હોવો જોઇએ, રૂપસંપન્ન-સુંદર શરીરની રચના (આકૃતિ)વાળો હોવો જોઈએ તેમ જ તરુણ-યુવાન હોવો જોઈએ. આવો પણ માણસ સૌભાગ્ય અને આદયતાદિ ગુણથી ધન્ય(ધનાદિયોગ્ય) હોય તો જ તે ઉપર જણાવ્યા મુજબ ભોગસુખને પ્રાપ્ત કરી શકશે. દરિદ્ર, કુરૂપ અને વૃદ્ધ (ઘરડો) એવા દુર્ભાગી માણસને ભોગસુખ કેવું મળે છે તે આપણે સમજી શકીએ છીએ.
એવી જ રીતે શુદ્ધચિત્તના પરિણામને પણ પ્રાપ્ત કરવા માટે આત્મામાં યોગ્યતા અપેક્ષિત છે. અહીં એ યોગ્યતા, અપુનર્બન્ધક આત્માને ઉચિત એવી સંક્લેશથી રહિત પ્રકૃતિના કારણે જ પ્રાપ્ત થાય છે. એ યોગ્યતાને કારણે આત્મા શાંત અને ઉદાત્ત બને છે. એવા શાંત અને ઉદાત્ત આત્માને જ શુભચિત્તસ્વરૂપ શુદ્ધચિત્તપરિણામની પ્રાપ્તિ થતી હોય છે. ઇન્દ્રિય અને કષાયના
એક પરિશીલન
૨૩૫