SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ રોગના બદલે રોગીને જવું પડે. આમ છતાં રોગ જશે - એ કલ્પના જ કેટલી આનંદપ્રદ છે !... આવાં તો કંઈ-કેટલાંય દષ્ટાંતો આપણા વર્તમાન જીવનમાં આપણે દરરોજ અનુભવતા હોઈએ છીએ. એ અનુભવથી સમજી શકાશે કે ચરમાવર્તવર્તી જનોને મુક્તદ્વેષથી ઉત્પન્ન થયેલા સદનુષ્ઠાનના રાગના કારણે શ્રદ્ધા પ્રાપ્ત થવાથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. કારણ કે ભવિષ્યમાં તેમને ચોક્કસ જ મોક્ષ મળશે એનો નિર્ણય થયો હોય છે. શરીરના રોગની જેમ ભવના રોગની(ભવસ્વરૂપ રોગની) ભયંકરતા અનુભવાય તો ગમે તેવા કષ્ટમાં પણ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે... ઇત્યાદિ સ્થિર ચિત્તે વિચારવું જોઇએ. /૧૩-૩૦ ચિત્તપ્રસન્નતાથી પ્રાપ્ત થતાં ફળને જણાવાય છે वीर्योल्लासस्ततश्च स्यात्ततः स्मृतिरनुत्तरा । તતઃ સહિત ચેતક, શેર્યમથવનવતે રૂ-રૂા. ઉત્પન્ન થયેલી શ્રદ્ધાથી ઉપર જણાવ્યા મુજબ જે ચિત્ત પ્રસન્ન થાય છે; “તેથી વર્ષોલ્લાસ વધે છે, તેથી અનુત્તર સ્મૃતિ પ્રાપ્ત થાય છે, તેથી સમાધિયુક્ત ચિત્ત સ્થિરતાનું અવલંબન કરે છે.” - આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો આશય એ છે કે – ઉપર જણાવ્યા મુજબ ધર્માનુષ્ઠાનથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી ઉત્તરોત્તર વર્ષોલ્લાસની વૃદ્ધિ થાય છે. અભ્યસ્ત થયેલી ક્રિયાઓ કરતી વખતે લગભગ કષ્ટનો અનુભવ ન થવાથી તે ક્રિયાઓ ખૂબ જ સહજ રીતે થતી હોય છે. તેથી ઉત્તરોત્તર વીર્ય (ઉત્સાહ-પ્રયત્ન-બળ) ઉલ્લસિત બને છે, જેને લઇને અનુત્તર-શ્રેષ્ઠ એવી સ્મૃતિ પ્રાપ્ત થતી હોય છે. જે ફળને ઉદેશીને આપણે ક્રિયાઓ કરતા હોઇએ છીએ એ ફળની સિદ્ધિ માટે સ્મૃતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાધન છે. “મારે શું કરવાનું છે; અત્યાર સુધી મેં કેટલું કર્યું અને હવે કેટલું બાકી છે...” ઇત્યાદિની વિચારણા સ્વરૂપ જ અહીં સ્મૃતિ છે. આ સ્મૃતિ જ આત્માને ફળનું ભાજન બનાવે છે. ક્રિયાનો આરંભ કર્યા પછી કર્તવ્યની સ્મૃતિ ન હોય તો ફળ સુધી પહોંચવાનું શક્ય નથી. અનનુષ્ઠાનને તહેતુ-અનુષ્ઠાનસ્વરૂપ બનાવવાનું કાર્ય, આ અનુત્તર સ્મૃતિનું છે. ફળના ઉદ્દેશથી શરૂ કરેલી ક્રિયાઓમાં ફળનું જ સ્મરણ ન હોય એ કેટલું વિચિત્ર છે – એ આપણે સમજી શકીએ છીએ. વર્તમાનમાં લગભગ આપણાં ધર્માનુષ્ઠાનો આવાં છે - એમ લાગ્યા વિના નહીં રહે. આ સ્મૃતિથી સમન્વિત ચિત્ત પરમસમાધિવાળું બને છે. કારણ કે કર્તવ્યનું જેને નિરંતર સ્મરણ છે, તેને દુઃખની કોઇ ગણતરી હોતી નથી અને સુખની પણ કોઈ ગણતરી હોતી નથી. ઈષ્ટ સ્થાને પહોંચવાના ઉદ્દેશથી નીકળ્યા પછી માર્ગમાં આવતાં દુઃખોને ગણકાર્યા વિના અને માર્ગમાં આવતાં સુખોનાં સ્થાનોની સામે પણ જોયા વિના માર્ગગામી આત્માઓ મજેથી ઈષ્ટ એક પરિશીલન ૨૨૫
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy