________________
“મુક્ત્યદ્વેષ હોતે છતે સારા સાધકની જેમ કોઇ પણ પ્રકારનો ભય હોતો નથી. કારણ કે સિદ્ધિ નજીકમાં હોવાથી ચિત્તમાં આનંદ હોય છે.” - આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અર્થ છે. એ કહેવા પાછળનો આશય સમજી શકાય છે કે - જે લોકો મંત્ર-તંત્રાદિની સાધના કરે છે - તે લોકોને જ્યારે મંત્રાદિની સિદ્ધિ થવાની તૈયારી હોય ત્યારે મહાભયંકર એવા વેતાલાદિ ઉપસ્થિત થઇને ઉપદ્રવ કરીને ડરાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ત્યારે સત્ત્વશાળી એવા સાધકો વેતાલાદિના દર્શનાદિથી જેમ ભયભીત થતા નથી, તેમ મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાથી ચ૨માવર્ત્તવર્ણી જીવોને તાદશ કર્મબંધ થવા છતાં ભય થતો નથી. સાધકને જેમ સિદ્ધિ નજીકમાં છે અને તેથી ભયના અવસરે પણ આનંદ છે, તેમ મુક્યàષવાળા આત્માઓને મુક્તિ નજીકમાં હોવાથી ચિત્તમાં ઉપરથી આનંદ થાય છે. પરંતુ સંક્લેશાદિ ભય થતો નથી. દૃષ્ટાંતમાં સારા સાધકને જે મંત્રાદિસિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે એક તો મોટી નથી અને બીજું તે સદાને માટે રહેનારી નથી. એમ છતાં તેના સત્સાધકને ચિત્તમાં જે પ્રમોદ પ્રગટે છે અને વેતાલાદિના દર્શનથી ભય પેદા થતો નથી - તેનો વિચાર કરીએ તો સમજાશે કે મુક્તિનું સામીપ્ય પ્રાપ્ત થવાથી મુક્યàષીઓને ચિત્તમાં કેટલો આનંદ થતો હશે, તેથી તેવા આત્માઓને તે વખતે થતાં કર્મબંધથી સંક્લેશ થતો ન હોવાથી ભય થવાનું કોઇ જ કારણ નથી. આથી સમજી શકાશે કે મુખ્ત્યદ્વેષ હોતે છતે શુભભાવના યોગે અનુષ્ઠાનસંબંધી બેદનો પણ અભાવ હોય છે. ।।૧૩-૨૭ના
સિદ્ધિ નજીક-આસન્ન હોવાથી ઉ૫૨ જણાવ્યા મુજબ ચિત્તમાં ઘણો આનંદ થાય ઃ એ વાત સમજી શકાય છે, પરંતુ સિદ્ધિની આસન્નતા કઇ રીતે કહેવાય ? ચરમાવર્ત્તકાળ અનંતકાળ સ્વરૂપ છે - આ શંકાના સમાધાન માટે સિદ્ધિની આસન્નતા જણાવાય છે—
चरमावर्त्तिनो जन्तोः, सिद्धेरासन्नता ध्रुवम् ।
भूयांसोऽमी व्यतिक्रान्तास्तेष्वेको बिन्दुरम्बुधौ ॥१३-२८॥
“ચરમાવર્ત્તકાળમાં આવેલા આત્માઓને ચોક્કસ જ સિદ્ધિ(મોક્ષ)ની આસન્નતા છે. અત્યાર સુધી આવા આવર્તો(પુદ્ગલપરાવર્તો) ઘણા વીત્યા છે. તેમાં આ સમુદ્રમાં એક બિંદુ જેવો છે.” – આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે છેલ્લા પુદ્ગલપરાવર્ત્તકાળમાં આવેલા જીવને મોક્ષની સમીપતા નિશ્ચિત છે.
જે જીવોને એક પુદ્ગલપરાવર્ત્ત પ્રમાણ કાળથી વધારે કાળ સુધી હવે સંસારમાં રહેવાનું નથી, એવા જીવને ચ૨માવર્ત્તવર્તી કહેવાય છે. ચરમાવર્ત્તકાળ દરેક જીવની અપેક્ષાએ છે. માસવર્ષ વગેરે કાળની જેમ કોઇ કાળવિશેષસ્વરૂપ એ કાળ નથી. જીવને જે કાળે મોક્ષની પ્રાપ્તિ થવાની છે તેની પૂર્વેના એક પુદ્ગલપરાવર્ત્ત કાળને ચ૨માવર્ત્તકાળ કહેવાય છે. આથી સમજી શકાશે કે ચ૨માવર્ત્તકાળમાં આવવા માટે મુખ્યપણે કાળ કારણ છે.
૨૨૨
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી