SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ “બાધ્ય એવી ફળની ઈચ્છા પણ સદનુષ્ઠાનના રાગને કરાવનારી છે. ફળની અપેક્ષાને બાધ્ય બનાવવાનું ઉપદેશથી શક્ય છે અને એ માટે મુક્ષ્યદ્વેષની અપેક્ષા છે.” – આ પ્રમાણે એકવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શરૂ શરૂમાં ધર્મ કરતી વખતે તે તે જીવોને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સ્વર્ગ વગેરે ફળની અપેક્ષા હોય એ બનવાજોગ છે. ધર્મની પ્રારંભાવસ્થામાં માત્ર મોક્ષની જ ઈચ્છાથી અથવા તો નિરપેક્ષપણે ધર્માનુષ્ઠાન શક્ય બને જ એવો નિયમ નથી. પરંતુ આવા જીવોની તે વખતની સૌભાગ્યાદિ ફળની ઇચ્છાને પૂ. ગીતાર્થ ઉપદેશક મહાત્માઓ તેવા પ્રકારના ઉપદેશથી બાધિત કરી શકે છે. તેથી એ ફલાપેક્ષાને બાધ્ય એટલે કે બાધનીયસ્વભાવવાળી કહેવાય છે. એવી બાધનીયસ્વભાવવાળી ફળની ઈચ્છા પણ સદનુષ્ઠાનના રાગનું કારણ બને છે. ફલેચ્છાને બાધિત કરવાનું ઉપદેશથી શક્ય બને છે. પૂ. ગીતાર્થ ધર્મોપદેશક મહાત્માઓનાં પરમતારક વચનોથી સંસારની ભયંકરતા, વિષયોની વિપાકવિરસતા અને સુખની ક્ષણિકતાદિની પ્રતીતિ થવાથી ધર્માત્માઓ ફળની ઇચ્છાને પૂર્ણ કરવાના બદલે તે તે ઇચ્છાઓથી જ વિરામ પામે છે. આવી બાધનીયસ્વભાવવાળી ફલેચ્છા મુક્તિ પ્રત્યેના અદ્વેષથી થતી હોય છે. મુક્તિ પ્રત્યે દ્વેષ હોય તો સૌભાગ્યાદિલ્લેચ્છા કોઇ પણ રીતે બાધિત નહીં જ બને. અભવ્યોના આત્માઓને એનો ખ્યાલ રાખવાનું આવશ્યક જણાતું જ નથી. ફળની તીવ્ર ઇચ્છા હોવાથી તેમની તે ઈચ્છા બાધિત બનતી નથી. ગમે તેટલો પણ સારામાં સારો ધર્મોપદેશ, તેમને તેમની ઇચ્છાથી વિરત કરવા સમર્થ બનતો નથી. પરંતુ “મોક્ષનો દ્વેષ કરવાથી સ્વર્ગાદિનાં સુખો પ્રાપ્ત થતાં નથી આવો ખ્યાલ હોવાથી મોક્ષ પ્રત્યે તેઓ દ્વેષ કરતા નથી, પણ તેમનો તે મુજ્યષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક થતો નથી. ૧૩-૨૧ાા થત: બાધ્ય ફલેચ્છા સદનુષ્ઠાનના રાગને કરનારી છે એ જણાવીને અબાધ્ય ફ્લેચ્છા કેવી છે, તે જણાવાય છે अबाध्या सा हि मोक्षार्थशास्त्रश्रवणघातिनी । मुक्त्यद्वेषे तदन्यस्यां, बुद्धिर्मार्गानुसारिणी ॥१३-२२॥ अबाध्येति-अबाध्या हि सा फलापेक्षा । मोक्षार्थशास्त्रश्रवणघातिनी तत्र विरुद्धत्वबुद्ध्याधानाट्यापन्नदर्शनानां च तच्छ्रवणं न स्वारसिकमिति भावः । तत्तस्मान्मुक्त्यद्वेषे सति अन्यस्यां बाध्यायां फलापेक्षायां समुचितयोग्यतावशेन मोक्षार्थशास्त्रश्रवणस्वारस्योत्पन्नायां बुद्धिर्मार्गानुसारिणी मोक्षपथाभिमुख्यशालिनी भवतीति भवति तेषां तीव्रपापक्षयात् सदनुष्ठानरागः ।।१३-२२॥ અબાધ્ય ફલાપેક્ષા મોક્ષસ્વરૂપ અર્થને જણાવનારા શાસ્ત્રના શ્રવણનો ઘાત કરનારી છે, તેથી મુક્તિની પ્રત્યે અષ હોતે છતે બાધ્ય ફલાપેક્ષા થાય ત્યારે (હોય ત્યારે) બુદ્ધિ એક પરિશીલન ૨૧૭
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy