SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે – તે મુક્તિના ઉપાયના વિનાશનું નિમિત્ત; વિષથી યુક્ત એવા અન્નના ભક્ષણથી થનારી તૃપ્તિ જેવું છે. વિષયુક્ત અન્નના ભક્ષણથી પેટ તો ભરાય અને થોડો સ્વાદ પણ આવે; પરંતુ પરિણામે મરણનો પ્રસંગ આવે. વિષમિશ્રિત અન્ન આપાતથી સુખાભાસનું કારણ હોવા છતાં સુધાદિ દુઃખો કરતાં ઘણાં બધાં દુઃખોનું તે અનુબંધી છે. આવી જ રીતે જે મન, વચન, કાયાની ચેષ્ટા મુક્યુપાયનું મલન કરે છે તે મલનવાળી પ્રવૃત્તિ વિષમિશ્રિત અન્નની જેમ આપાતથી પુણ્યનું કારણ બની સુખાભાસનું કારણ બને છે અને પરિણામે પાપનો અનુબંધ થવાથી ભયંકર દુઃખનું કારણ બને છે. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર : આ મોક્ષોપાય છે. એની આરાધના ભવની ઉત્કટ ઇચ્છાથી કરવામાં આવે તો તે મુત્યુપાયોની મુક્તિનિમિત્તતાનો વિનાશ થાય છે. તેથી તેવા પ્રકારનું મલન (મલના) વિષયુક્ત અન્ન જેવું છે. આથી જ હિંસાદિ આશ્રવોથી વિરામ પામવા સ્વરૂપ વ્રતોનો દુર્રહ (એટલે કે સારી રીતે સ્વીકાર કરવાના બદલે ભવની ઉત્કટ ઇચ્છાથી સ્વીકાર કરવા સ્વરૂપ વ્રતગ્રહ); યોગનું સ્વરૂપ જેમાં વર્ણવ્યું છે એવાં શાસ્ત્રોમાં શસ્ત્ર, અગ્નિ અને સર્પના દુર્રહ જેવો વર્ણવ્યો છે. ધારની બાજુથી શસ્ત્ર ગ્રહણ કરાય; ચીપિયાદિ વિના સીધો અગ્નિ ગ્રહણ કરાય અને ડંખ મારે એ રીતે સર્પને ગ્રહણ કરાય તો કેવી દશા થાય તે આપણે કલ્પી શકીએ છીએ. ભવની ઉત્કટ ઇચ્છાથી વ્રત ગ્રહણ કરાય તો કેવી દશા થાય તેની કલ્પના આ શ્લોકથી આપવામાં આવી છે. આવી રીતે ભવની ઉત્કટ ઇચ્છાથી કરાયેલ વ્રતનો સ્વીકાર સુંદર પરિણામવાળો બનતો નથી. પરંતુ ખરાબ પરિણામનું જ કારણ બને છે. દુષ્ટ રીતે ગ્રહણ કરેલા શસ્ત્રાદિ જેમ મારક બને છે તેમ દુષ્ટ રીતે (ભવની ઉત્કટ ઇચ્છા સ્વરૂપ દુષ્ટ આશયથી) ગ્રહણ કરાયેલ વ્રતનું પરિણામ પણ સારું આવતું નથી. ./૧૩-રા ननु दुर्गृहीतादपि श्रामण्यात्सुरलोकलाभः केषाञ्चिद्भवतीति कथमत्रासुन्दरतेत्यत्राह “ભવની ઉત્કટ ઇચ્છા સ્વરૂપ દુષ્ટ આશયથી પણ ગ્રહણ કરેલા શ્રમણપણાથી (મહાવ્રતોથી) કેટલાક જીવોને દેવલોકની પ્રાપ્તિ થઈ છે, તો દુગૃહીત વ્રતોની અસુંદરતા કઈ રીતે ?' આ શંકાનું સમાધાન કરાય છે– ग्रैवेयकाप्तिरप्यस्माद, विपाकविरसाऽहिता । मुक्त्यद्वेषश्च तत्राऽपि, कारणं न क्रियैव हि ॥१३-३॥ ग्रैवेयकाप्तिरिति-अस्माद्वतदुर्ग्रहात् । अवेयकाप्तिरपि शुद्धसमाचारवत्सु साधुषु चक्रवर्त्यादिभिः पूज्यमानेषु दृष्टेषु सम्पन्नतत्पूजास्पृहाणां तथाविधान्यकारणवतां च केषाञ्चिद्व्यापन्नदर्शनानामपि प्राणिनां नवमग्रैवेयकप्राप्तिरपि विपाकविरसा बहुतरदुःखानुबन्धबीजत्वेन परिणतिविरसा अहिता अनिष्टा । तत्त्वतश्चौर्यार्जितबहुविभूतिवदिति द्रष्टव्यं । तत्रापि नवमग्रैवेयकप्राप्तावपि च मुक्त्यद्वेषः कारणं न केवला ૨૦૦ મુક્યષપ્રાધાન્ય બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy