________________
મોક્ષપ્રાપ્તિમાં અનેક ભવોનું વ્યવધાન થાય છે અને મુક્તિ પ્રત્યે રાગ હોય તો મોક્ષની પ્રાપ્તિમાં તેવું વ્યવધાન થતું નથી.
યોગની પૂર્વસેવા બત્રીશીના બત્રીશમા-છેલ્લા શ્લોકમાં જણાવેલી વાતને ખૂબ જ ગંભીરતાથી વિચારવી જોઇએ. મુક્તિ પ્રત્યેનો અદ્દેષ પણ કાલાંતરે પરમાનંદ-મોક્ષનું કારણ બને છે – એ જાણ્યા પછી મુમુક્ષુ આત્માએ પળે પળે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ રીતે મોક્ષ પ્રત્યે દ્વેષ ન થવો જોઇએ. મોક્ષ પ્રત્યે રાગ જન્મે તો ઘણી સારી વાત છે. પરંતુ જ્યાં સુધી એ ન બને ત્યાં સુધી મોક્ષ પ્રત્યે દ્વેષ ન થાય - એનો સતત ખ્યાલ રાખ્યા વિના ચાલે એવું નથી. વર્તમાનની આપણી પ્રવૃત્તિ ઉપર એક નજર માંડીને આપણને મોક્ષ પ્રત્યે રાગ છે કે દ્વેષ છે - એ પ્રશ્નનો ઉત્તર, કોઈ પણ જાતની માયા સેવ્યા વિના મેળવી લેવો જોઇએ. એ પ્રશ્નનો વાસ્તવિક ઉત્તર મેળવી લેવા માટે યોગબિંદુમાં જણાવેલી વાતને ધ્યાનમાં રાખવી જોઇએ. ત્યાં તે (૨૪૦મા) શ્લોકમાં જણાવ્યું છે કે, “આગમના આધારે પ્રવૃત્તિ કરનારા આગમનું ઉલ્લંઘન કરી જેઓ પ્રવૃત્તિ કરે છે, તે જડ માણસો આગમના અર્થને (પ્રવૃત્તિ-નિવૃત્તિ) કરનારા હોવા છતાં નિયમે કરી છે તે અર્થના તેઓ દ્રષી હોય છે.” આગમમાં જણાવેલા વિધિથી નિરપેક્ષપણે આગમમાં જણાવેલા અનુષ્ઠાન કરતાં હોવા છતાં તેઓ આગમ પ્રત્યે ભક્તિભાવવાળા નથી. પરંતુ આગમ પ્રત્યે તેઓ દ્રષવાળા જ છે. કારણ કે આગમ પ્રત્યેના દ્વેષ વિના આગમાર્થનું ઉલ્લંઘન શક્ય નથી. આપણા દ્વેષને ઓળખી લેવા માટે યોગબિંદુમાં જણાવેલી વાત પરિપૂર્ણ છે. એનો વિચાર કરવાથી આપણને આપણી સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. મોક્ષની સાધનાનો પ્રારંભ કરી ચૂકેલા અને મોક્ષની સાધનાનો પ્રારંભ કરવાની ઇચ્છાવાળા મુમુક્ષુ જનો પોતાના આત્માને, મોક્ષ પ્રત્યેના દ્વેષથી રહિત બનાવે અને યોગની પ્રાપ્તિ દ્વારા વહેલામાં વહેલી તકે પરમાત્મા બનાવે એ જ એકની એક શુભાભિલાષા. ૧૨-૩રા
| | તિ થોડાપૂર્વસેવા-ક્ષત્રિશા ! अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ।।
એક પરિશીલન
૧૯૫