________________
ઉપરના શ્લોકમાં મુક્યષના કારણ તરીકે સહજ અલ્પમલતાને જણાવી છે. ત્યાં મલ કોને કહેવાય છે – એ શંકાનું સમાધાન જણાવાય છે–
मलस्तु योग्यता योगकषायाख्यात्मनो मता ।
अन्यथाऽतिप्रसङ्ग स्याज्जीवत्वस्याविशेषतः ॥१२-२७॥ मलस्त्विति-मलस्तु योगकषायाख्यात्मनो योग्यता मता । तस्या एव बहुत्वाल्पत्वाभ्यां दोषोत्कर्षापकर्षोपपत्तेः । अन्यथा जीवत्वस्याविशेषतः सर्वत्र साधारणत्वादतिप्रसङ्गो मुक्तेष्वपि बन्धापत्तिलक्षणः स्यात् TI9ર-ર૭ના
આત્માની કર્મબંધ માટેની યોગ-કષાય નામની જે યોગ્યતા છે, તેને મલ કહેવાય છે. આવી યોગ્યતા માનવામાં આવે નહિ તો બધાનું જીવ7(આત્માનું સ્વરૂપ) એકસરખું હોવાથી અર્થાત્ જીવત્વમાં કોઈ વિશેષતા ન હોવાથી શ્રી સિદ્ધપરમાત્માને પણ કર્મબંધનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે અનાદિકાળથી સમયે સમયે અત્મિા કર્મબંધ કરે છે. સામાન્ય રીતે દરેક સંસારી આત્માને કર્મબંધ થતો હોવા છતાં તે કર્મબંધ દરેક જીવને એકસરખો હોતો નથી. દરેક જીવને પોતપોતાની યોગ્યતા (ભૂમિકા) મુજબ કર્મબંધ થાય છે. અને યોગ્યતા ક્ષીણ થવાથી શ્રી સિદ્ધપરમાત્માને કર્મબંધ થતો નથી. કર્મબંધના સામાન્ય રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કારણ છે. એમાંથી મિથ્યાત્વ અને અવિરતિને રાગ-દ્વેષ સ્વરૂપ કષાયમાં સમાવી લેવાથી કર્મબંધના મુખ્ય કારણ કષાય અને યોગ છે. જ્યાં સુધી કષાયોનો ઉદય છે ત્યાં સુધી આત્મા કષાયને લઈને કર્મબંધનું ભોજન બને છે. અને જયાં સુધી આત્માના મન-વચન-કાયાના યોગો ચાલુ છે - ત્યાં સુધી આત્માને યોગના કારણે કર્મબંધ થાય છે. આથી સમજી શકાશે કે આત્માની કષાયસ્વરૂપ અને યોગસ્વરૂપ અવસ્થા આત્માને કર્મબંધનું કારણ બનતી હોય છે. આત્મા, કષાય અને યોગથી રહિત બને તો તેમાં કર્મબંધની યોગ્યતા રહેતી નથી. આત્માને કર્મબંધની યોગ્યતા કષાય કે યોગને લઈને છે, તેથી તે સ્વરૂપે આત્મા કર્મબંધ માટે યોગ્ય છે અને તેની તે યોગ્યતા કષાય અને યોગ સ્વરૂપ છે.
યોગ અને કષાય નામની આ કર્મબંધની યોગ્યતાને મલ કહેવાય છે. તેની બહુલતાએ દોષોનો ઉત્કર્ષ(વૃદ્ધિ) થાય છે અને તે મલની અલ્પતાએ દોષોનો અપકર્ષ(હાનિ) થાય છે. કર્મબંધની યોગ્યતાની અલ્પતા કે બહુલતાને ન માનીએ તો દોષોનો અપકર્ષ કે ઉત્કર્ષ શક્ય નહીં બને. કારણ કે બધાનું આત્મતત્ત્વ સમાન હોવાથી બધા આત્માઓને એકસરખો જ કર્મબંધ થશે, સિદ્ધાત્માઓને પણ કર્મબંધનો પ્રસંગ આવશે. I૧૨-૨શી
એક પરિશીલન
૧૮૯