________________
ખરાબ સ્થિતિ કઇ હોય ? યોગના અર્થીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક એ સ્થિતિને ધ્યાનમાં લેવી જોઇએ. એ અંગેની ઉપેક્ષા; મોક્ષ પ્રત્યેના દ્વેષને લઇ આવે એ પૂર્વે જ તેને દૂર કરી લેવાની આવશ્યકતા છે. યોગની પરાકાષ્ઠાએ પહોંચાડનારી સાધનામાં યોગની પૂર્વસેવામાં પણ ન રહેવા દે એવો મુક્તિદ્વેષ છે. મોક્ષની સમગ્ર ગુણમયતા અને સંસારની નિર્ગુણતાનું નિરંતર પરિભાવન કરીને પૂર્ણ પ્રયત્ને મુક્તિ પ્રત્યેના દ્વેષને દૂર કરવો જોઇએ. ૧૨-૨૫।।
મુક્તિ પ્રત્યેના દ્વેષનું ફળ જણાવવા પૂર્વક મુક્તિ પ્રત્યેના અદ્વેષનો ઉપાય જણાવાય છે—
द्वेषोऽयमत्यनर्थाय तदभावस्तु देहिनाम् । भवानुत्कटरागेण सहजाल्पमलत्वतः ।।१२-२६॥
द्वेष इति-अयं मुक्तिविषयो द्वेषोऽत्यनर्थाय बहुलसंसारवृद्धये । तदभावस्तु मुक्तिद्वेषाभावः पुनर्देहिनां प्राणिनां । भवानुत्कटरागेण भवोत्कटेच्छाभावेन । सहजं स्वाभाविकं यदल्पमलत्वं ततः । मोक्षरागजनकगुणाभावेन तदभावेऽपि गाढतरमिथ्यात्वदोषाभावेन तद्द्वेषाभावो भवतीत्यर्थः ।। १२-२६।।
''
“મુક્તિ પ્રત્યેનો દ્વેષ અત્યંત અનર્થ માટે થાય છે. પ્રાણીઓને તેનો અભાવ ભવના અનુત્કટ રાગથી સ્વાભાવિક રીતે થયેલી કર્મમલની અલ્પતાથી થાય છે.” – આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ મુક્તિના વિષયમાં થતો આ દ્વેષ અત્યંત અનર્થનું કારણ બને છે. અત્યંત અનર્થનું સ્વરૂપ સમજાવતાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે બહુલ સંસારની વૃદ્ધિ સ્વરૂપ અત્યંત અનર્થ છે. સંસાર સ્વયં અનર્થસ્વરૂપ છે. પુણ્યયોગે સારો દેખાતો પણ સંસાર પરમાર્થથી અનર્થસ્વરૂપ છે. મુક્તિ પ્રત્યે દ્વેષ કરવાથી ઘણો સંસાર વધે છે. સામાન્ય રીતે પાપ કરવાથી દુઃખની પ્રાપ્તિ થાય છે ઃ એ માન્યતા આપણા મનમાં વસેલી છે, પરંતુ પાપ કરવાથી સંસાર વધે છે - એવો વિચાર બહુ જ ઓછો આવતો હોય છે. પ્રસિદ્ધ સઘળા ય અનર્થોનું મૂળ આ સંસાર છે. તેમાં પરિભ્રમણ કરવું પડે છે - એ જ મોટામાં મોટો અનર્થ છે. ઘણા કાળ સુધી સંસારમાં ભટકવું પડે છે, એનું મુખ્ય કારણ મુક્તિ પ્રત્યેનો દ્વેષ છે.
મોક્ષના વિષયમાં થનારા દ્વેષની મહાનર્થકારિતાને જણાવીને તમાવસ્તુ વૈદિના.... ઇત્યાદિ પદોથી મોક્ષના વિષયમાં દ્વેષનો અભાવ પ્રાપ્ત કરવાનો ઉપાય જણાવ્યો છે. ભવ-સંસાર પ્રત્યેની ઉત્કટ ઇચ્છાના અભાવથી સહજપણે જે કર્મમલની અલ્પતા થાય છે; તેથી પ્રાણીઓને મુક્તિના વિષયમાં દ્વેષ થતો નથી. મોક્ષ પ્રત્યે રાગને ઉત્પન્ન કરી શકે એવા જ્ઞાનાદિ ગુણોનો અભાવ હોવાથી; મોક્ષ પ્રત્યે રાગનો અભાવ હોવા છતાં અત્યંત ગાઢ એવા મિથ્યાત્વનો અભાવ હોવાથી મોક્ષ પ્રત્યે દ્વેષ થતો નથી. પ્રગાઢ મિથ્યાત્વસ્વરૂપ દોષના કારણે મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે. એ દોષ, કર્મમલની સહજ અલ્પતાના કારણે ન હોવાથી મુક્ત્યદ્વેષ (મોક્ષના દ્વેષનો અભાવ) થાય છે - એ સમજી શકાય છે. ૧૨-૨૬ા
૧૮૮
યોગપૂર્વસેવા બત્રીશી