________________
લોકના ચિત્તની આરાધના થાય છે. આગળ જતાં આ અભ્યાસ ભવનિતારક પૂ. ગુરુદેવાદિના ચિત્તની આરાધના માટે ઉપયોગી બને છે.
અઢારમો સદાચાર પ્રમાદના વર્જન સ્વરૂપ છે. મદ્યપાનાદિ સ્વરૂપ પ્રમાદનો ત્યાગ કરવો; એ પણ એક સદાચાર છે. નિદ્રા, વિકથા, મદિરા, વિષય અને કષાય - આ પાંચ પ્રમાદ છે. પરમપુણ્યોદયે પ્રાપ્ત ધર્માદિના અવસરે પ્રમાદના યોગે એ અવસરો નિરર્થક બનતા હોય છે. સર્વવિરતિધર્મની આરાધના કરનારા મહાત્માઓને પણ પ્રમાદના કારણે કેવી સ્થિતિનો અનુભવ કરવો પડે છે - એ આપણે બરાબર જાણીએ છીએ. ચૌદ પૂર્વધરોને પણ નિગોદમાં જવું પડે એવી સ્થિતિ આ પ્રમાદને લઈને ઊભી થાય છે. નિદ્રા-વિકથાદિ પ્રમાદનો ત્યાગ કરવાનું ઘણું જ કપરું છે. જીવની અનાદિકાળથી જે સુખશીલતાની પરિણતિ છે; તે પરિણતિના કારણે પ્રમાદપ્રિયતાની પ્રાપ્તિ થાય છે. અને તેથી પ્રમાદનો ત્યાગ કરવાનું શક્ય બનતું નથી. સાધનાની પૂર્ણતાના આરે આવેલાને પણ સાધનાથી દૂર-સુદૂર લઈ જનાર આ પ્રમાદ છે. યોગના અર્થીએ પ્રમાદનું વર્જન કરી સાધનાનો મંગલ પ્રારંભ યોગની પૂર્વસેવાથી કરવો જોઈએ - આ રીતે યોગની પૂર્વસેવામાં સદાચારનું વર્ણન પૂર્ણ થયું. ૧૨-૧૬.
હવે યોગની પૂર્વસેવાંતર્ગત “તપ”નું નિરૂપણ કરાય છે–
तपश्चान्द्रायणं कृच्छ्रे मृत्युघ्नं पापसूदनम् ।
आदिधार्मिकयोग्यं स्यादपि लौकिकमुत्तमम् ॥१२-१७॥ तप इति-लौकिकमपि लोकसिद्धमपि । अपिर्लोकोत्तरं संचिनोति । उत्तमं स्वभूमिकोचितशुभाध्यવસાયપોષમ્ II ૨-૭૭ll.
ધર્મનો પ્રારંભ કરનારા જીવોને; પોતાની ભૂમિકાનુસાર અધ્યવસાયને પુષ્ટ બનાવનારું લૌકિક તપ પણ યોગ્ય છે; જે ચાંદ્રાયણ, કુ, મૃત્યુક્ત અને પાપસૂદન - આ ચાર પ્રકારનું છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. તેનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે; શક્તિ અનુસાર પાપને તપાવનાર તમને કર્યા વિના પૂર્વકૃત કર્મનો ક્ષય શક્ય નથી. અને કર્મક્ષયવિના મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી. સંસારની અસારતાનું પરિભાવન કરી સંસારનો ઉચ્છેદ કરવા અને સર્વકર્મના ક્ષય સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનેલા મુમુક્ષુ આત્માઓને તપ કર્યા વિના ચાલે એવું જ નથી.
સામાન્ય રીતે તપનું વર્ણન કરતાં તેના જાણકારોએ; કર્મને તપાવે તેને તપ કહેવાય છે - એ પ્રમાણે વર્ણવ્યું છે. કર્મના ક્ષય માટે વિહિત તપની આરાધનાથી કર્મ તપે નહિ- એ બનવાજોગ નથી. યોગની પૂર્વસેવામાં સામાન્યથી લૌકિક અને લોકોત્તર તપ ઉચિત છે. લોકોત્તર તપ તો જીવમાત્રને કલ્યાણનું કારણ બને છે. પરંતુ ધર્મની શરૂઆત કરનારા આદિધાર્મિક જીવોને આશ્રયીને લોકમાં પ્રસિદ્ધ તપ પણ યોગ્ય છે. આહારની નિરીહતા (ઇચ્છાનો અભાવ) એ
એક પરિશીલન
૧૭૯