________________
વ્યક્તિ કેવી છે - તેનો વિચાર કરવો જોઇએ અને પછી ઔચિત્યપૂર્વક સ્વભાવથી જ નમવું જોઈએ. કોઈ પણ જાતની માયાને સેવ્યા વિના નમ્રતા રાખવી – એ સદાચાર છે. એકાંતે હિતકર એવા આચારો પણ વિવેક વિના અહિતકર બને છે. કોઈ પણ ગુણને ગુણાભાસમાં રૂપાંતરિત કરવાનું કાર્ય અવિવેક કરે છે. યોગની પૂર્વસેવામાં સદાચારસ્વરૂપે પ્રાપ્ત કરેલી નમ્રતાથી; ભવિષ્યમાં યોગની પ્રાપ્તિમાં જ્ઞાનાદિગુણો પ્રાપ્ત કર્યા પછી પણ આત્માને અહંકારથી દૂર રાખવાનું સરળ થાય છે. ||૧૨-૧૪ો. સદાચારોનું જ વર્ણન કરાય છે–
अविरुद्धकुलाचारपालनं मितभाषिता ।
अपि कण्ठगतैः प्राणैरप्रवृत्तिश्च गर्हिते ॥१२-१५॥ अविरुद्धेति-अविरुद्धस्य धर्माद्यप्रतिपन्थिनः कुलाचारस्य पालनमनुवर्तनं । मितभाषिता प्रस्तावे स्तोकहितजल्पनशीलता । कण्ठगतैरपि प्राणैर्हिते लोकनिन्दिते कर्मण्यप्रवृत्तिश्च ।।१२-१५।।
“અવિરુદ્ધ કુલાચારનું પાલન, થોડું બોલવું અને પ્રાણ કંઠે આવ્યા હોય તોપણ લોકમાં નિંદાને પાત્ર એવા કામમાં પ્રવૃત્તિ ન કરવી.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે યોગની પૂર્વસેવામાં જે સદાચારો વર્ણવ્યા છે તેમાં અગિયારમો સદાચાર
અવિરુદ્ધ કુલાચારનું પાલન છે. ધર્માદિનો બાધ ન થતો હોય તો પોતાના કુલાચારનું પાલન યોગની પૂર્વસેવામાં કરવું જોઇએ. અનંતજ્ઞાનીઓએ જણાવેલા પરમ પવિત્ર આચારો એકાંતે કલ્યાણના કારણ હોવા છતાં શરૂઆતથી જ એને સરળતાથી પાળવાનું સત્ત્વ દરેક જીવને હોતું નથી. એ પરમતારક આચારોનું નિરતિચારપણે પાલન કર્યા વિના શ્રીસિદ્ધપદની પ્રાપ્તિ થતી નથી – એનો ખ્યાલ હોવાથી યોગના અર્થી આત્માઓ એ સત્ત્વ પામવા માટે યોગની સેવામાં અવિરુદ્ધકુલાચારનું પાલન કરતા હોય છે. ભવિષ્યમાં અનંતજ્ઞાનીઓની દષ્ટિએ જે આચરવા યોગ્ય છે એવા આચારોમાં જયારે પ્રવૃત્ત થવાનું છે, ત્યારે એ માટેનો અભ્યાસ અવિરુદ્ધ કુલાચારના પાલનથી શરૂ કરાય છે. જે લોકો પોતાના કુળના પણ અવિરુદ્ધ આચારોનું પાલન કરે નહિ તો તેઓ અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા આચારોનું પાલન કઈ રીતે કરી શકશે? આજે પોતાના કુલાચારોનું પાલન પણ અઘરું લાગ્યા કરે છે. આહાર-પાણીમાં, વેષ-પરિધાનમાં અને જીવનશૈલી વગેરેમાં ઝડપથી પરિવર્તન આવવા માંડ્યું છે એ જોતાં પોતાના કુલાચારોનું પાલન સ્વપ્રવતું બન્યું છે. ધર્માદિના અવિરોધી હોવા છતાં પોતાના કુલાચારોનો ત્યાગ કરી ધમદિના પ્રગટ વિરોધી એવા આચારો (?) જે ઝડપથી આવી રહ્યા છે - એનો વિચાર કરતાં એમ લાગે છે કે આ યોગની પૂર્વસેવા કરવાનું હવે અશક્ય છે. યોગના અર્થી જીવોએ કોઈ પણ રીતે યોગની પૂર્વસેવામાં પ્રયત્ન કરી લેવો જોઈએ.
૧૭૬
યોગપૂર્વસેવા બત્રીશી