________________
અંતે તો મારનારા છે. હું તારા પતિને જડીબુટ્ટીના સામર્થ્યથી બળદ બનાવી દઇશ.’ આ પ્રમાણે કહીને બ્રાહ્મણની પુત્રી પોતાની સખીને મૂલિકા(જડી-બુટ્ટી) આપીને પોતાના ઘરે જતી રહી.
આ બાજુ બ્રાહ્મણપુત્રીની સખીએ પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ જતો રહ્યો હોવાથી પતિને તે મૂલિકા ખવરાવી દીધી. ખાવાની સાથે જ પતિ ઉન્નત સ્કંધવાળો બળદ થયો. તુરંત જ તેણીને વિચાર આવ્યો કે કોઇ પણ કાર્ય કરવા માટે અસમર્થ આ શું કરશે ? આથી ગોવૃંદમાં રહેતા એવા તેને તે ચારો ચરાવવા માટે દ૨૨ોજ જવા લાગી. એક વાર આ બળદ એક વડના વૃક્ષ નીચે વિસામો લેતો હતો ત્યારે કોઇ વિદ્યાધરનું યુગલ પણ ત્યાં આવ્યું. એ યુગલમાંના પુરુષે પોતાની પત્નીને એ બળદને જોઇને કહ્યું કે આ બળદ સ્વાભાવિક નથી, પરંતુ કૃત્રિમ છે. તે સાંભળીને વિદ્યાધરી-પત્નીએ પોતાના પતિને પૂછ્યું કે તો આ બળદ કઇ રીતે પાછો મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરશે ? જવાબમાં વિદ્યાધરે કહ્યું કે આ વૃક્ષ નીચે સંજીવની(વનસ્પતિવિશેષ) છે તેનો ઉપયોગ કરવાથી આ બળદ ફરી પાછો મૂળ સ્વભાવને પામશે. એ વાત સાંભળીને બળદની પત્નીએ સંજીવનીને જાણતી ન હોવાથી એ વડના વૃક્ષ નીચેનો બધો ચારો બળદને ચરાવવાનું શરૂ કર્યું. એમાં એક દિવસે ચારામાં સંજીવની ભેગી આવી અને એના ઉપયોગથી એ બળદ; બળદ મટીને પુરુષ થયો - ‘આ ચારિસંજીવનીચારન્યાય છે.’
અહીં પેલી સ્ત્રીને સંજીવનીવિશેષનું જ્ઞાન ન હોવાથી સંજીવની સાથેનો ચારો ચરાવવાના કારણે બળદને જેમ સંજીવની પ્રાપ્ત કરવાનું ફળ પ્રાપ્ત થાય છે તેમ આદિધાર્મિક જીવો; અત્યંત મુગ્ધ હોવાથી શુદ્ધ દેવોને જાણતા ન હોવાના કારણે બધા દેવોને નમસ્કાર કરે છે. તેના પરિણામે તેમને શુદ્ધદેવની ભક્તિ વગેરે કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. આવી રીતે ધર્મગુરુ પશુજેવા શિષ્યને દેવપૂજાદિ કાર્યોમાં વિશેષપણે પ્રવૃત્તિ કરવા અસમર્થ જાણીને વિશિષ્ટ સાધ્ય(માર્ગપ્રવેશ)ની સિદ્ધિ માટે સામાન્યપણે બધા દેવોની પૂજા વગેરે કરાવે તોપણ કોઇ દોષ નથી. અહીં એ યાદ રાખવાનું આવશ્યક છે કે આદિધાર્મિક જીવોને તેમની અત્યંત મુગ્ધાવસ્થાના કારણે આ પ્રમાણે સામાન્યથી સર્વ દેવોની પૂજા કરાવાય છે. શુદ્ધ દેવાદિને નહિ જાણનારા એવા જીવોને અહીં મુગ્ધ તરીકે વર્ણવ્યા છે. સંસારસુખના અર્થી જનોને મુગ્ધ તરીકે વર્ણવ્યા નથી. શુદ્ધદેવાદિની વિશેષતાને જાણતા ન હોવા છતાં મુગ્ધ જીવો મોક્ષના અર્થી છે. તેમની પશુતુલ્ય અજ્ઞાનદશાને દૂર કરવા માટેનો આ ન્યાય છે, જે બળદમાંથી પુરુષ બનાવે છે. પુરુષને બળદ બનાવવા માટેનો આ ન્યાય નથી. મુગ્ધ જીવોનું હિત હૈયે વસ્યું હોય તો શક્ય પ્રયત્ને તેમની અજ્ઞાનદશાને દૂર કરવાનું જ વિચારવું જોઇએ. ॥૧૨-૯॥
ઉપર જણાવ્યા મુજબ સામાન્યથી સર્વ દેવોની પૂજા આદિધાર્મિક જીવોને આશ્રયીને છે તો; વિશેષરૂપે પૂજા ક્યારે છે - એ શંકાના સમાધાનમાં જણાવાય છે—
=
એક પરિશીલન
૧૬૫