________________
चारिसञ्जीविनीचारन्यायादेवं फलोदयः ।
मार्गप्रवेशरूपः स्याद् विशेषेणादिकर्मणाम् ॥१२-९॥ चारीति-चारिसञ्जीविनीचारन्यायात्प्रागुपदर्शिताद् । एवं सर्वदेवनमस्कारेऽनुषङ्गत इष्टप्राप्तौ, तत एव शुभाध्यवसायविशेषात् । मार्गप्रवेशरूपः शुद्धदेवभक्त्यादिलक्षणः । फलोदयः स्यात् । विशेषेणानुषङ्गप्राप्तवीतरागगुणाधिक्यपरिज्ञानेन । आदिकर्मणां प्रथममेवारब्धस्थूलधर्माचाराणां । ते ह्यत्यन्तमुग्धतया कञ्चन देवताविशेषमजानाना विशेषवृत्तेरद्यापि न योग्याः, किं तु सामान्यरूपाया एवेति ॥१२-९।।
“આ રીતે ચારિસંજીવ(વિ)નીચારન્યાયે આદિધાર્મિક જીવોને વિશેષરૂપે માર્ગપ્રવેશસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે આ રીતે બધા દેવોને નમસ્કાર કરવામાં અનુષંગથી મુક્તિને આપનારા દેવને નમસ્કાર કરવા સ્વરૂપ ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. તેથી જ શુભ અધ્યવસાય- વિશેષને લઈને શુદ્ધદેવની ભક્તિ વગેરે સ્વરૂપ માર્ગપ્રવેશાત્મક ફળની પ્રાપ્તિ થાય છે. પ્રથમવાર જ જે આત્માઓ આ રીતે ધર્મની આરાધનાનો આરંભ કરતા હોય છે, તે આદિધાર્મિક જીવોને બધા દેવોને નમસ્કાર કરવાથી બધા દેવોમાં રહેલા મોક્ષપ્રાપક શુદ્ધદેવને પણ નમસ્કારાદિ કરવાનો પ્રસંગ; અનુષંગથી(ગૌણ સ્વરૂપે-નિસર્ગથી જ) પ્રાપ્ત થાય છે. શુદ્ધદેવનો પરિચય થાય નહીં ત્યાં સુધી કોઈ પણ દેવને નમસ્કાર ન કરે તો તે આત્માઓને શુદ્ધદેવની ભક્તિ વગેરે કરવાનો અવસર જ નહિ આવે. બધા દેવની સાથે શુદ્ધદેવની ભક્તિ વગેરે કરવાથી કાલાંતરે શ્રીવીતરાગપરમાત્મા સ્વરૂપ શુદ્ધદેવની ગુણાધિકતાનો સારી રીતે પરિચય થાય છે; અને તેથી મોક્ષમાર્ગમાં આદિધાર્મિક જીવોનો પ્રવેશ થાય છે. આદિધાર્મિક(ધર્મકર્મવાળા) જીવો અત્યંત મુગ્ધ હોવાથી કોઈ એકને વિશેષે કરી દેવ તરીકે જાણતા નથી, તેથી વિશેષવૃત્તિએ કોઈ એક શુદ્ધદેવને આરાધવા માટે તેઓ હજુ યોગ્ય નથી. પરંતુ સામાન્યથી જ ઉપર જણાવ્યા મુજબ આનુષંગિકપણે શુદ્ધદેવની આરાધના માટે તેઓ યોગ્ય છે, જે નીચે જણાવ્યા મુજબ “ચારિસંજીવનીચાર'ના ન્યાયથી સ્પષ્ટપણે સમજી શકાશે.
કોઈ એક નગરીમાં એક બ્રાહ્મણની પુત્રી હતી. તેણી પ્રત્યે નિરવધિ પ્રેમને ધારણ કરનારી તેણીની એક સખી હતી. એ બંન્નેને લગ્નના કારણે કાલાંતરે જુદા જુદા સ્થાને રહેવાનું થયું. એક વખત બ્રાહ્મણની પુત્રીને પોતાની સખીની ચિંતા થઈ કે સખી કેવી રીતે રહેતી હશે ! તેથી તે બ્રાહ્મણની પુત્રી પોતાની સખીને ત્યાં ગઈ. પોતાની સખીને ત્યારે વિષાદસમુદ્રમાં ડૂબી ગયેલી જોઈને તેણીએ સખીને પૂછ્યું કે તારું મુખ નિસ્તેજ કેમ છે. જવાબમાં સખીએ કહ્યું કે હું પાપનું ભાજન બની છું. મારા પતિની પ્રત્યે હું દુર્ભાગ્યને પામી છું. એ મુજબ સાંભળીને બ્રાહ્મણની પુત્રીએ સખીને કહ્યું. “હે સખી! વિષાદ ના કરતી. વિષમાં અને વિષાદમાં કોઈ વિશેષતા નથી. બંન્ને
૧૬૪
યોગપૂર્વસેવા બત્રીશી