________________
માન્યા પછી પણ આત્મદ્રવ્યના સંબંધનો અપાય થતો નથી. અન્યથા પરિણામને માન્યા પછી પરિણામીનો સંબંધ રહેતો નથી. તેનો અપાય(અભાવ) થાય છે - એમ માની લેવામાં આવે તો ચિત્તના પણ પરિણામાંતર વખતે ચિત્તના અન્વયસંબંધ)ના અપાયનો પ્રસંગ આવવાથી ચિત્તને પણ પરિણામી માની શકાશે નહીં. કારણ કે ચિત્તનો દરેક ક્ષણે પૂર્વપૂર્વસ્વરૂપે નાશ થતો અનુભવાય છે છતાં દરેક ક્ષણે ચિત્તનો સંબંધ તો છે જ... એ સ્પષ્ટ છે. તેથી પરિણામિત્વ માન્યા પછી પણ આત્માનો સંબંધ દરેક ક્ષણે રહી શકશે.
“સતીતાડના તિ પતોડચશ્ચમેલા ઘા ” I૪-૧૨II; “તે વ્યક્ટિસૂક્ષ્મ ગુણાત્માનઃ ૪- રૂા અને “પરિગાર્મહત્યા વસ્તુત” I૪-૧૪.. આ યોગસૂત્રોના અર્થની વિચારણા કરીએ તો સમજાશે કે અતીતાદિ ત્રણ કાળના ધર્મોનો ભેદ હોવા છતાં તે બધા અગારિભાવમાં (એકરૂપે) પરિણત થવાથી તે બધાનો એક જ ચિત્તસ્વરૂપ પરિણામ હોવાથી ચિત્તના અન્વયના અપાયનો પ્રસંગ આવતો નથી.
કહેવાનો આશય એ છે કે યોગાનુશાસનનાં એ સૂત્રોથી એ જણાવ્યું છે કે અતીતકાલીન અને અનાગતકાલીન પરિણામ તે તે સ્વરૂપે વર્તમાન વસ્તુમાં વિદ્યમાન છે. અધ્વ-કાળભેદથી તે તે પરિણામને વસ્તુમાં રહેવામાં કોઈ વિરોધ નથી. અતીતકાલીન વસ્તુ અતીતસ્વરૂપે અને અનાગતકાલીન વસ્તુને અનાગતસ્વરૂપે વસ્તુમાં માનવામાં ન આવે તો; યોગી જનોને ત્રણે કાળના પદાર્થોનું જે પ્રત્યક્ષ થાય છે તે નહીં થાય. કારણ કે પ્રત્યક્ષની પ્રત્યે તેના વિષયની વિદ્યમાનતા હોવી જોઇએ. અન્યથા વિષયની વિદ્યમાનતાના અભાવમાં પ્રત્યક્ષ નહીં થાય. તેથી અનાગતાદિ વસ્તુને તે તે સ્વરૂપે વર્તમાનમાં વિદ્યમાન મનાય છે. અતીતાદિ ધર્મોને વર્તમાન સ્વરૂપે માનવામાં વિરોધ છે. સ્વ-સ્વરૂપે વિદ્યમાન માનવામાં વિરોધ નથી. શાંત (અતીત), ઉદિત (વર્તમાન) અને અવ્યપદેશ્ય (અનાગત) : આ ત્રણ જે ધર્મ છે, તેમાં અનુગત (અન્વિત-સંબદ્ધ) હોવાવાળો ધર્મી છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન જે ઘટ આદિ ધર્મ છે, તેમાં સર્વદા અન્વિત મૃત્તિકા ધર્મી છે. તે વ્યક્ત (પ્રગટ-ઉદિત-વર્તમાન) અને સૂક્ષ્મ (અવ્યક્ત, શાંત, અવ્યપદેશ્ય) ધ સત્ત્વાદિ ગુણોના જ સ્વરૂપ છે. અર્થાત્ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ : આ પાંચ મહાભૂતો તે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ : આ પંચતન્માત્ર સ્વરૂપ છે. એ પંચતન્માત્ર અને અગિયાર ઇન્દ્રિયો (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિય તેમ જ વાફ, પાણિ, પાદ, વાયુ અને ઉપસ્થ સ્વરૂપ કર્મેન્દ્રિયો તથા મન: આ અગિયાર) અહંકાર સ્વરૂપ છે. અહંકાર મહત્તત્ત્વસ્વરૂપ છે. મહત્તત્ત્વ પ્રધાન (પ્રકૃતિ) સ્વરૂપ છે અને પ્રધાન સત્ત્વાદિ (રજસ, તમસ) ત્રણ ગુણસ્વરૂપ છે. આવી રીતે આ સૃષ્ટિપ્રપંચ સાક્ષાત્ કે પરંપરાએ ગુણસ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે અનેકોનાં પરિણામો પણ એક સ્વરૂપ હોવાથી વસ્તુતત્ત્વ પણ એકસ્વરૂપ છે. તેથી સર્વત્ર ચિત્ત અન્વિત બનતું હોવાથી ચિત્તના અનન્વયનો પ્રસંગ આવતો નથી. આ પ્રમાણે સાંખ્યોએ એક પરિશીલન
૧૩૫