________________
પ્રમાણે બારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે જેમ આત્માને અપરિણામી માનવામાં દોષ છે તેમ પ્રકૃતિને એક માનવામાં પણ દોષ છે. પ્રકૃતિને એક માનવાથી એક સાથે બધાનો મોક્ષ થઈ જશે અથવા તો કોઇનો જ મોક્ષ નહિ થાય. કારણ કે એક પુરુષની પ્રત્યે પાધિક સંબંધ વિલીન થઈ ગયો હોય તો બધાની પ્રત્યે પ્રકૃતિ તાદશ વિલીનસંબંધવાળી જ હોવી જોઇએ અને એક પુરુષની પ્રત્યે તેવી ન હોય તો બધાની પ્રત્યે પણ તેવી ન હોવી જોઇએ. તેથી કાં તો બધાની મુક્તિ થઈ જશે અને નહિ તો કોઈની પણ મુક્તિ નહીં થાય. અન્યથા કોઇની મુક્તિ થાય અને કોઇની મુક્તિ ન થાય તો પ્રકૃતિના સ્વભાવોમાં ભેદ પડવાથી પ્રકૃતિનો પણ ભેદ માનવાનો પ્રસંગ આવશે.
યદ્યપિ પ્રકૃતિ એક હોવા છતાં જે પુરુષને વિવેક-ખ્યાતિનો ઉદય થયો છે; તેની પ્રત્યે પ્રકૃતિ કે તેના વિકારાદિ અકિંચિકર હોવાથી તે પુરુષની મુક્તિ થઈ જાય છે, બધાની નહિ. તેથી પ્રકૃતિને એક માનવાથી બધાનો મોક્ષ કે મોક્ષાભાવ માનવાનો પ્રસંગ નહીં આવે. પરંતુ પ્રકૃતિ જડ હોવાથી પ્રકૃતિની પુરુષ માટેની પ્રવૃત્તિ યુક્તિસંગત નથી. આશય એ છે કે સાંખ્યોની માન્યતા મુજબ આત્મા-પુરુષ સર્વથા નિષ્ક્રિય છે. તેના ભોગ(સુખદુઃખાદિનો સાક્ષાત્કાર) સંપાદન માટે જ પ્રકૃતિ કાર્યરત છે. પુરુષ ચેતન છે પણ કર્તા નથી અને પ્રકૃતિ કાર્ય કરનારી છે પણ ચેતન નથી. આ વાત દ્રષ્ટા વૃશિમાત્રઃ શુદ્રોડનિ પ્રત્યયાનુપર:' ર-૨૦ અને “તવર્થ વ દૃશ્યાત્મા’ ||ર-૨9ો આ યોગસૂત્રમાં જણાવી છે. એનો આશય એ છે કે દ્રષ્ટા-પુરુષ જ્ઞાનસ્વરૂપ છે. શુદ્ધ એવો પણ તે બુદ્ધિગત ઘટાદિવિષયક પ્રત્યય(વિષયાકાર પરિણત જ્ઞાન)થી બુદ્ધિ જેવો દેખાય છે. પુરુષના ભોગ માટે જ દશ્ય બુદ્ધિ વગેરેનું સ્વરૂપ છે. આ સૂત્રથી એમ જણાય છે કે જડ એવી પ્રકૃતિમાં પુરુષના અર્થનું કર્તવ્યત્વ છે, પરંતુ તે યુક્તિસંગત નથી. “પુરુષનો અર્થ મારે કરવો જોઇએ” આવો અધ્યવસાય જ પુરુષાર્થકર્તવ્યતા છે. પુરુષાર્થકર્તવ્યત્વના અનુરોધથી પ્રકૃતિને તેવા અધ્યવસાયવાળી માની લેવાય તો પ્રકૃતિને ચેતનાસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે, જેથી પ્રકૃતિને જડ માનવાના સ્વસિદ્ધાંતનો વ્યાઘાત થશે... ઇત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું જોઇએ. સાંખ્યદર્શનપ્રસિદ્ધ વસ્તુનું વિસ્તારથી વર્ણન કરવાનું અહીં શક્ય નથી. /૧૧-૧ર
अत्र स्वसिद्धान्ताशयं प्रकटयन् पूर्वपक्षी शङ्कते
આત્મા-પુરુષને અપરિણામી શા માટે મનાય છે તે જણાવવા માટે પોતાના સિદ્ધાંતના આશયને જણાવતાં પૂર્વપક્ષી(સાંખ્યાદિ) શંકા કરે છે. આશય એ છે કે આત્માને અપરિણામી માનવાથી ગ્લો. નં. ૧૧માં જણાવ્યા મુજબ દોષો આવેછે-તે જણાવ્યું. તેથી આત્માને અપરિણામી શા માટે મનાય છે અને પરિણામી માનવામાં કયો દોષ છે તે જણાવવા સાંખ્યો શંકા કરે છે–
પાતંજલયોગલક્ષણ બત્રીશી
૧ ૨૪