________________
યોગસૂત્રમાં ચિત્તસ્વરૂપે વર્ણવાય છે. સામાન્ય રીતે સાંખ્યદર્શનપ્રસિદ્ધ પુરુષ, પ્રકૃતિ અને બુદ્ધિ તત્ત્વને સમજવા માટે અન્યદર્શનપ્રસિદ્ધ શુદ્ધ આત્મા, કર્મ અને મનનો વિચાર કરવાથી ચોક્કસ રીતે તેનો ખ્યાલ આવી શકશે. પુરુષમાં બુદ્ધિ દ્વારા પ્રતિબિંબિત થનારી પ્રકૃતિના કારણે પુરુષને કર્જત્વનું અભિમાન હતું. એમાં મુખ્યપણે વિવેકખ્યાતિનો અભાવ પ્રયોજક હોય છે. વિવેકખ્યાતિની વ્યુત્પત્તિથી જયારે કર્તૃત્વનું અભિમાન દૂર થાય છે, ત્યારે આત્મા-પુરુષ-દ્રષ્ટા સ્વસ્વરૂપમાં અવસ્થિત થાય છે. આ વાત “તા : ખેડવાન' 9-રૂા આ સૂત્રમાં જણાવી છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ થયે છતે દ્રષ્ટા-પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે. આથી સમજી શકાશે કે જેની અવિકારી અવસ્થામાં પુરુષનું સ્વ-સ્વરૂપમાં અવસ્થાન થાય છે તે ચિત્ત છે. આનો અર્થ એવો નથી કે તે પૂર્વે દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન હતું નહિ. કારણ કે તેમ માનવાથી પુરુષમાં પરિણામિત્વ માનવાનો પ્રસંગ આવશે. સાંખ્યાદિની માન્યતા મુજબ પુરુષ કૂટસ્થ નિત્ય છે. તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ તેમાં પરિવર્તન આવતું નથી. જપાપુષ્પના સંનિધાનમાં પ્રતીયમાન સ્ફટિકની રક્તતાની જેમ જ વિવેકખ્યાતિના અભાવે ચિત્તની વૃત્તિઓ દ્રષ્ટા-પુરુષમાં પ્રતીત થતી હોય છે, પરંતુ તે અતાત્ત્વિક છે. ચિત્તની વૃત્તિઓ જલના તરંગોની જેમ જ ચિત્તમાં વિલીન થાય છે, ત્યારે તે ચિત્ત નિરુદ્ધ કહેવાય છે. ચિત્તની ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ... ઈત્યાદિ અનેક અવસ્થાઓ છે. જિજ્ઞાસુઓએ તે અન્ય ગ્રંથથી જાણી લેવું જોઇએ. અહીં તો પ્રકૃતોપયોગી અંશનું જ નિરૂપણ કર્યું છે. ૧૧-૧ | ચિત્તની વૃત્તિઓનો નિરોધ થયો ન હોય ત્યારે ચિત્તનું સ્વરૂપ કેવું હોય છે તે જણાવાય છે
आपन्ने विषयाकारं, यत्र चेन्द्रियवृत्तितः ।
पुमान् भाति तथा चन्द्रश्चलनीरे चलन् यथा ॥११-२॥ आपन्न इति-यत्र चेन्द्रियवृत्तित इन्द्रियवृत्तिद्वारा । विषयाकारमापन्ने विषयाकारपरिणते सति । पुमान् पुरुषस्तथा भाति । यथा चलन्नीरे चलन् चन्द्रः स्वगतधर्माध्यारोपाधिष्ठानत्वेन प्रतीयत इत्यर्थः । તથા ૨ સૂä–“વૃત્તિવામિતરતિ” [9-૪] 199-૨
ઇન્દ્રિયોની વૃત્તિઓ દ્વારા જે વિષયાકાર પરિણત થયે છતે; ચાલતા પાણીમાં ચંદ્ર જેમ ચાલતો દેખાય છે; તેમ પુરુષ દેખાય છે...... (તે ચિત્ત છે. શ્લોક નં. ૩માં એનો સંબંધ છે.) - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયો અને વિષયોના સંબંધના કારણે જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, તે ચિત્તના વિષયાકાર પરિણામ છે. તેને લઇને પુરુષમાં પણ અવિવેકના કારણે વૃત્તિઓનું સારૂપ્ય વર્તાય છે. ઘટપટાદિ બાહ્ય વિષયાકાર પરિણત ચિત્ત અને કામક્રોધાદિ સ્વરૂપ અત્યંતર પરિણામોથી પરિણત ચિત્તનું પ્રતિબિંબ વિવેકખ્યાતિના અભાવે દ્રષ્ટા-પુરુષમાં પડે છે ત્યારે વહેતા પાણીના પ્રવાહમાં, સ્થિર એવો પણ ચંદ્ર જેમ ચાલતો દેખાય
એક પરિશીલન
૧૧૩