________________
જેનો નિષેધ કરતું નથી અને જે ઇષ્ટનું પ્રદાન કરે છે; તે શિષ્ટાચારને અવશ્યપણે પ્રમાણભૂત માનવો જોઇએ. II૩-૪॥
उदासीनेऽर्थे भवत्वस्य मानता, चारितं तु कारणसहस्रेणापि परावर्तयितुमशक्यमित्यत आहજેનો શાસ્ત્રથી વિધિ-નિષેધ નથી એવા શિષ્ટપુરુષોના આચરણને પ્રમાણ માનવાનું બરાબર છે. પરંતુ શાસ્ત્રથી જેનું વારણ (અહીં કેટલીક પ્રતોમાં ચારતં આવો પાઠ છે. તેના સ્થાને વારતં આવો પાઠ હોવો જોઇએ.) કરાયું છે (નિષેધ કરાયો છે) તેનું પરાવર્તન હજા૨ો કા૨ણે પણ કરાય નહિ - આવી શંકાનું સમાધાન કરાય છે—
निषेधः सर्वथा नास्ति विधि व सर्वथागमे । आयं व्ययं च तुलयेल्लाभाकाङ्क्षी वणिग्यथा ॥ ३-५॥
निषेध इति सूत्रे विधिनिषेधौ हि गौणमुख्यभावेन मिथः संवलितावेव प्रतिपाद्येते, अन्यथाऽनेकान्तमर्यादातिक्रमप्रसङ्गादिति भावः ।। ३-५ ।।
“આગમમાં કોઇ પણ વસ્તુનો સર્વથા નિષેધ નથી અને કોઇ પણ વસ્તુનો સર્વથા વિધિ (વિધાન) પણ નથી. લાભનો (ધનલાભનો) અર્થી એવો વાણિયો; આય (પ્રાપ્તિ) અને વ્યય(હાનિ)નો વિચાર કરી જેમ વ્યાપારમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરે છે, તેમ કર્મનિર્જરા અને કર્મબંધનો વિચાર કરી મુમુક્ષુ આત્માઓ કોઇ પણ વસ્તુમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરે” – આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા પરમતારક આગમમાં સામાન્યથી કોઇ પણ વસ્તુનું સર્વથા - એકાંતે વિધાન પણ નથી અને કોઇ પણ વસ્તુનો એકાંતે નિષેધ પણ નથી. જે વસ્તુનું સામાન્યથી વિધાન કર્યું છે તેનો સંયોગવિશેષમાં નિષેધ પણ કર્યો છે. અને સામાન્યથી જેનો નિષેધ કર્યો છે, સંયોગવિશેષમાં તેનો (નિષેધનો) નિષેધ કરવા દ્વારા તે વસ્તુનું વિધાન પણ કર્યું છે. આ રીતે વિધાન અને નિષેધ; નિષેધ અને વિધાનથી સંવલિત જ હોય છે. તેથી જેનો નિષેધ કરાયો છે; તેમાં હજારો કા૨ણે પણ પરાવર્તન ન થાય : એ કહેવાનું બરાબર નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ જ્યારે મુખ્ય સ્વરૂપે કોઇના વિધિ કે નિષેધ જણાવાય છે, ત્યારે ગૌણરૂપે તેના નિષેધ કે વિધિને સાથે જ જણાવાય છે. અન્યથા એકાંતે વિધિ કે નિષેધનું જ પ્રતિપાદન કરાય તો અનેકાંતવાદની મર્યાદાના અતિક્રમણનો પ્રસંગ આવશે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા કોઇ પણ શાસ્ત્રકાર પરમર્ષિઓ અનેકાંતવાદની મર્યાદાનું અતિક્રમણ ન જ કરે - એ સમજી શકાય છે. ઉત્સર્ગ અને અપવાદ પરસ્પર સંવલિત જ ગૌણમુખ્યભાવે જણાવાય છે. આવા વખતે પોતાની યોગ્યતાદિનો વિચાર કરી મુમુક્ષુઓએ વ્યાપારી માણસની જેમ પ્રવૃત્તિ કરવી જોઇએ. લાભ અને નુકસાનનો વિચાર એક પરિશીલન
૯૩