SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવર્તકતા સિદ્ધ થઈ જાય છે. તેથી શિષ્ટાચારમાં આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા યદ્યપિ નથી; પરંતુ આગમમૂલકતાનું અનુમાન કરવાથી ભગવાનની પ્રત્યેના બહુમાનથી પરમાત્માની સાથે સમાપત્તિ (પરમાત્માના પરમતારક વચનની સાથે એકરૂપતા) પ્રાપ્ત થાય છે. આ સમાપત્તિની પ્રાપ્તિ માટે શ્લોકમાં આગમમૂલકતાના અનુમાનને શિષ્ટાચારમાં કરવાનું ફરમાવ્યું છે.. ઇત્યાદિ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. ‘દ્વત્રિશદ્દ્વત્રિશિકા જેવા ગ્રંથના પરિશીલનમાં આથી વધારે સરળ કરવાનું શક્ય નથી. અક્ષરશઃ ગ્રંથના અર્થને સમજાવતી વખતે દાર્શનિક પરિભાષાનો ઉપયોગ કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. મુખ્યપણે આવા ગ્રંથોનું પરિશીલન દાર્શનિકભાષાના પરિચિતો માટે છે. બીજા લોકોને અહીં જણાવેલી બધી જ વાતો સમજાય એવું તો નહિ બને. ૩-૩ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓનું આચરણ પ્રમાણ(માર્ગ) છે : એનું સમર્થન કરાય છે सूत्रे सद्धेतुनोत्सृष्टमपि क्वचिदपोद्यते । हितदेऽप्यनिषिद्धेऽर्थे किं पुनर्नास्य मानता ॥३-४॥ सूत्र इति-सूत्रे आगमे । उत्सृष्टमपि उत्सर्गविषयीकृतमपि । सद्धेतुना पुष्टेनालम्बनेन । क्वचिदपोद्यते अपवादविषयीक्रियते । हितदेऽपीष्टसाधनेऽपि । अनिषिद्धे सूत्रावारिते । किं पुनरस्य शिष्टाचारस्य न मानता न प्रमाणता ।।३-४।। આગમમાં ઉત્સર્ગસ્વરૂપે પણ જણાવેલું; કોઈ વાર પુષ્ટ (પ્રબળ) આલંબનને લઈને અપવાદસ્વરૂપે (ઉત્સર્ગથી જુદા સ્વરૂપે) જણાવાય છે, તો હિતને કરનારું અને શાસ્ત્રમાં નિષેધ નહિ કરાયેલું એવું શિષ્ટાચરણ કે પ્રમાણભૂત ન હોય?” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે – આગમમાં આધાકર્મી (પૂ. સાધુ-સાધ્વી માટે તૈયાર કરેલ) આહારાદિના ગ્રહણનો ઉત્સર્ગથી સર્વથા નિષેધ કરેલો છે. આમ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સ્વરૂપ પ્રબળ આલંબનના કારણે તેવા પ્રકારના નિષેધનો નિષેધ; અપવાદસ્વરૂપે કરાય છે. પ્રમાણભૂત શ્રી સર્વજ્ઞપરમાત્માના વચનમાં પણ જો આવો ફરક થતો હોય તો સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ મહાત્માઓનું આચરણ ઇષ્ટને આપનારું હોય અને આગમમાં તેનો નિષેધ ન હોય તો તે શિષ્ટાચારમાં પ્રમાણતા કેમ ન હોય? અર્થાત્ તેને પ્રમાણ માનવામાં કોઈ દોષ નથી. શ્રી સર્વશપરમાત્માએ કહેલા શબ્દોમાં પણ કોઈ વાર પ્રબળ કારણે ફેરફાર કરી અપવાદસ્વરૂપે વિધાન કરાય છે. આધાર્મિક આહારાદિ લેવાનો નિષેધ હોવા છતાં દ્રવ્યાદિ પુષ્ટ આલંબને અપવાદસ્વરૂપે આધાર્મિક આહારાદિને ગ્રહણ કરવામાં જો દોષ નથી; તો શાસ માર્ગ બત્રીશી ૯૨
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy