________________
તેમ શ્રુતજ્ઞાનથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન થયેલું જ છે; એવું નથી. પરંતુ તેમાં તે બંને જ્ઞાનને પ્રાપ્ત કરાવવાની યોગ્યતા રહેલી છે. સામગ્રીવિશેષનું સંનિધાન પ્રાપ્ત થાય તો ચોક્કસ જ શ્રુતજ્ઞાનથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન થાય છે.
આ શ્રુતજ્ઞાન પરસ્પર ભિન્ન(વિરુદ્ધ)સ્વરૂપે જણાવેલા પદાર્થનું અવગાહન કરાવતું નથી. કારણ કે પરસ્પર વિભિન્ન (વિરુદ્ધ) અર્થાવગાહી જ્ઞાન સંશયસ્વરૂપ હોય છે અને શ્રુતજ્ઞાન તો દસમા શ્લોકમાં જણાવ્યા મુજબ ઇહાસ્વરૂપ છે. ઈહા અપાયને કરાવવામાં તત્પર હોય છે. અને સંશય અપાયને અવરોધવામાં તત્પર હોય છે. તેથી સંશય અને ઇહામાં ભેદ છે.
જે લોકો; “શ્રુતજ્ઞાનમાં પદાર્થમાત્રનો જ બોધ હોય છે અને વાક્યર્થમાત્રનો બોધ હોતો નથી' - એ પ્રમાણે માને છે, તેમણે; “વિશકલિત(પરસ્પર અસંબદ્ધ) જ વાક્યર્થ બોધ શ્રુતજ્ઞાનમાં હોતો નથી.' - આ પ્રમાણે માનવું જોઇએ. કારણ કે દીર્ઘ એક ઉપયોગથી અનુસ્મૃત (અવિરત પ્રવાહવાળો) એવો પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઐદત્પર્યાર્થ સ્વરૂપવાળા વિષયનો બોધ શ્રુતજ્ઞાનમાં હોય છે એવું ઉપદેશપદમાં જણાવ્યું છે. વાક્યર્થમાત્રનો બોધ શ્રુતજ્ઞાનસ્થળે હોતો નથી – એમ માની લેવામાં આવે તો ઉપદેશપદ ની સાથે વિરોધ આવશે. જોકે પદાર્થમાત્રનો પણ બોધ શ્રુતજ્ઞાનસ્થળે માનવામાં ન આવે તો ઉપદેશપદનો વિરોધ આવે છે. પરંતુ અહીં પરસ્પર વિભિન્ન પદાર્થવિષયક જ બોધનો વ્યવચ્છેદ કર્યો હોવાથી કોઈ દોષ નથી.
શ્રુતજ્ઞાન વાક્યર્થમાત્રવિષયક હોય છે - આ પ્રમાણે જણાવ્યા પછી ખરી રીતે પદાર્થમાત્રવિષયક હોતું નથી એ કહેવાની આવશ્યકતા નથી. કારણ કે સંશ્લિષ્ટ પદસમુદાયસ્વરૂપ જ વાક્ય છે. તદર્થવિષયકશ્રુતજ્ઞાન માનવામાં કોઈ દોષ નથી. અને અસંશ્લિષ્ટ પદોનો સમુદાય વાક્યસ્વરૂપ ન હોવાથી તદર્થવિષયક શ્રુતજ્ઞાન માનવાનો કોઈ પ્રસંગ જ નથી.
| ‘પદસમૂહસ્વરૂપ વાક્ય છે' - એમ માનવામાં આવે તો અસંશ્લિષ્ટ પદાર્થવિષયક શ્રુતજ્ઞાન હોતું નથી - એમ જણાવવાનું આવશ્યક છે. પરંતુ ઉપદેશપદમાં શ્રુતજ્ઞાનના વિષય તરીકે પદાર્થમાત્રને પણ વર્ણવ્યો હોવાથી તેના વિરોધનો પ્રસંગ આવશે. તેથી અહીંયા તત્ર... ઇત્યાદિ ગ્રંથ છે. એનો આશય એ છે કે પદાર્થજ્ઞાન(પદાર્થમાત્રવિષયક જ્ઞાન)ને “શ્રુતજ્ઞાનનું નામ અપાતું નથી. પરંતુ સંશ્લિષ્ટ પદાર્થજ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાય છે, તે વાક્યર્થવિષયકજ્ઞાનસ્વરૂપ હોવાથી કોઈ વિરોધ નથી.
નવમા શ્લોકથી આરંભીને આ શ્લોક સુધીના ત્રણ શ્લોકમાં જણાવેલી વસ્તુને જિજ્ઞાસુઓએ સમજી લેવા માટે પૂરતો પ્રયત્ન કરી લેવો જોઇએ. વાંચતાંની સાથે સમજાય એવી એ વસ્તુ નથી. સંસ્કૃત ભાષા કે દાર્શનિકોની પરિભાષા વગેરેનું પ્રાથમિક પણ જ્ઞાન ન હોય ત્યારે – આ બધું સમજવાનું ઘણું જ અઘરું છે. અહીં જણાવેલી વાતનો થોડોઘણો ખ્યાલ આવે - એ માટે નીચે જણાવ્યા મુજબ થોડું સમજી લેવું જોઈએ.
પટે
દેશના બત્રીશી