SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે, તે વાક્યને સર્વાનુગ વાક્ય કહેવાય છે. “ર હિંસ્થત્ સર્વભૂતાનિ'; “રાકૃતં વહેતું અને બનાવત્ત યા વગેરે વાક્યો (હિંસા કરવી નહિ; અસત્ય બોલવું નહિ અને ન આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ ઈત્યાદિ અર્થને જણાવનારાં વાક્યો) સર્વાનુગ વાક્ય છે. કારણ કે તે વાક્યથી જણાવેલો અર્થ કોઈ પણ શાસ્ત્રથી વિરુદ્ધ નથી. સર્વાનુગવાક્યથી જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. આ જ્ઞાન, પ્રમાણ અને નયના જ્ઞાનથી નિરપેક્ષ હોય છે. આશય એ છે કે સામાન્ય રીતે શ્રુતજ્ઞાનાદિ ત્રણેય જ્ઞાનો વાક્યથી થાય છે. સર્વાનુગવાક્યથી શ્રુતજ્ઞાન થાય છે – એ કહેવાનો અર્થ એ નથી કે એ વાક્યથી ચિંતાજ્ઞાન કે ભાવનાજ્ઞાન થતાં નથી. સર્વાનુગવાક્યથી જ્યારે શ્રવણમાત્રના કારણે જ્ઞાન થાય છે અને ત્યારે પ્રમાણ કે નયના જ્ઞાનની અપેક્ષાએ અર્થની વિચારણા હોતી નથી ત્યારે એ જ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ હોય છે. શ્રુતજ્ઞાનમાં પ્રમાણનયના અધિગમનો અભાવ હોય છે. કારણ કે વાક્યના શ્રવણમાત્રથી પદાર્થમાત્રનો અવગ્રહ થાય છે. ત્યાર બાદ; “આ અર્થ કયો હશે”!.. ઈત્યાદિ સ્વરૂપ આકાંક્ષા(જિજ્ઞાસા)ગર્ભિત વાક્યર્થની ઈહા થાય છે, જે; શ્રુતજ્ઞાનસ્વરૂપ છે. પ્રમાણનો અધિગમ સમગ્રાંચના અપાય સ્વરૂપ છે અને નયનો અધિગમ વસ્તુના એકદેશના અપાય સ્વરૂપ છે. તેથી અપાયરૂપ પ્રમાણનયનો અધિગમ શ્રુતજ્ઞાનમાં ન હોય - એ સમજી શકાય છે. આર-૧૦ના શ્રુતજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ પૂર્ણ કરાય છે– उत्पन्नमविनष्टं च बीजं कोष्ठगतं यथा । परस्परविभिन्नोक्तपदार्थविषयं तु न ॥२-११॥ उत्पन्नमिति-उत्पन्नमित्यत्र प्राक्तनपञ्चम्यन्तस्यान्वयः । ज्ञानमिति व्यवहितोत्तरश्लोकस्थमत्रानुषज्यते । एवमग्रेऽपि । अविनष्टं च यथा कोष्ठगतं बीजं । परस्परविभिन्नोक्ता ये पदार्थास्तद्विषयं तु न । तस्य संदेहरूपत्वात् । यैस्तु वाच्या(क्या)र्थमात्रविषयस्यात्र व्यवच्छेद उच्यते तैर्विशकलितस्यैवायमेष्टव्यः, न तु दीर्धेकोपयोगानुस्यूतस्य पदवाक्यमहावाक्यैदम्पर्यार्थमूर्तिकस्य, तस्योपदेशपदप्रसिद्धत्वादिति ध्येयम् । यद्वा तत्र स्वतन्त्रसंज्ञाव्यवच्छेद एवेष्यते इति न दोषः ॥२-११॥ પૂર્વશ્લોકમાંના પંચમ્યન્ત સર્વાનુ... ઈત્યાદિ પદોનો અને તેરમા શ્લોકમાંના “જ્ઞાન પદનો અહીં ઉત્પન્ન ની સાથે અન્વય (સંબંધ) છે. તેથી “પ્રમાણનયવર્જિત સર્વાનુગવાક્યથી થયેલું કોઠીમાં રહેલા બીજ જેવું અને પરસ્પર ભિન્ન રીતે જણાવેલા પદાર્થોને નહિ જણાવનારુંએવું શ્રુતજ્ઞાન છે.” આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ હિંયા સર્વભૂતાનિ ઈત્યાદિ સર્વાનુગવાક્ય(સર્વશાસ્ત્રાવિરોધી)થી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે કોઠીમાં રહેલા બીજ જેવું છે. એ બીજથી અંકુરાદિ ઉત્પન્ન થયેલા ન હોવા છતાં તેમાં અંકુરાદિને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે. એક પરિશીલન ૫૭
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy