________________
પંડિતજનો તો પૂર્ણ પ્રયત્ન શાસતત્ત્વને જોતા હોય છે. વેષ અને આચારને જોયા પછી પણ ધર્માત્માની પ્રવૃત્તિ શાસ્ત્રાનુસારી છે કે નહિ... વગેરે ખૂબ જ સૂક્ષ્મ રીતે જુએ છે. પંડિતજનો જ્ઞાન, દર્શન અને ચારિત્ર : એ ત્રણનું અનુસરણ કરતા હોય છે. તેમનો આચાર ઉત્કૃષ્ટ કોટિનો હોય છે. શાસ્ત્રના તત્ત્વ-પરમાર્થની પરીક્ષા કરીને જ તેઓ બીજાને ધર્મી તરીકે માને છે. આ રીતે બાલ, મધ્યમ અને પંડિત જનોને ઓળખીને તેમને ઉચિત દેશના આપવી જોઇએ. આર-૬ll
બાહ્યલિંગ પણ અપરિગ્રહતાદિને જણાવનારું હોવાથી બાહ્યલિંગને પ્રધાન-મુખ્ય માનનારને બાલ કેમ કહેવાય છે – આવી શંકાનું સમાધાન કરાય છે–
गृहत्यागादिकं लिङ्गं बाहं शुद्धिं विना वृथा । न भेषजं विनारोग्यं वैद्यवेषेण रोगिणः ॥२-७॥
गृहेति-गृहत्यागादिकं बाह्यं बहिर्वति लिङ्गम् । शुद्धिं विना अन्तस्तत्त्वविवेकमन्तरा । वृथा निरर्थकं । न हि रोगिणो भेषजोपयोगं विना वैद्यवेषधारणमात्रेणारोग्यं भवति । अत एवैतत्परैरपि मिथ्याचारफलमुच्यते, तल्लक्षणं चेदं–“बाह्येन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा મિથ્યાવાર: સ ૩તે છા” તિ ર-
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે - ગૃહત્યાગાદિ બાહ્ય લિંગ આંતરિક શુદ્ધિ વિના નિરર્થક છે. રોગીને ઔષધ વિના વૈદ્યવેષ ધરવા માત્રથી આરોગ્ય પ્રાપ્ત થતું નથી. કહેવાનો આશય એ છે કે કોઈ પણ જાતના આચાર કે વિચારને પ્રાધાન્ય આપ્યા વિના માત્ર બાહ્ય વેષ-આકારને પ્રધાન માનનારા ખરા અર્થમાં બાલ છે. કારણ કે આંતરિક ચિત્તપરિણતિની શુદ્ધિ વિના બાહ્ય વેષનું કોઈ જ મહત્ત્વ નથી. તે બાહ્યલિંગ નિરર્થક છે. તેનાથી અનાદિના ભવરોગનું નિવારણ થતું નથી. સામાન્ય કોટિના રોગીનો રોગ દવા વિના દૂર થતો નથી. વૈદ્યનો વેષ ધારણ કરવા માત્રથી રોગીને આરોગ્યની પ્રાપ્તિ થતી નથી – એ સ્પષ્ટપણે સમજી શકાય છે. ધર્મના અર્થી હોવા છતાં માત્ર વેષને (બાહ્ય લિંગને) જ પ્રધાન માનનારા એવા જીવો બાલ છે. બાલ જીવો ધર્મના અર્થી નથી હોતા એવું નથી. પરંતુ વિશેષ જ્ઞાનનો અભાવ હોવાથી તેઓ આંતરિક શુદ્ધિ વિના બાહ્ય વેષની નિરર્થકતાને સમજી શકતા નથી. અંતઃકરણમાં પ્રગટ થયેલા તત્ત્વવિવેકને આંતરિક શુદ્ધિ કહેવાય છે. આવી શુદ્ધિ; વિશેષ જ્ઞાનથી પ્રાપ્ત થતી હોય છે, જે; બાલજીવોને હોતી નથી.
આંતરિક તત્ત્વવિવેક વિનાનું બાહ્યલિંગ નિરર્થક હોવાથી જ અન્ય વિદ્વાનોએ પણ તેને મિથ્યાચારના ફળવાળું વર્ણવ્યું છે. મિથ્યાચારવાળા જીવોનું સ્વરૂપ વર્ણવતાં તેઓએ જણાવ્યું છે કે; જે બહારથી ઈન્દ્રિયોનું નિયમન કરીને મનથી પાંચેય ઇન્દ્રિયોના વિષય-રૂપાદિનું સ્મરણ કરે છે તે વિમૂઢ આત્માનો મિથ્યાચાર કહેવાય છે. જન્માંતરમાં ઉપાર્જેલા અકુશલ કર્મનો જ
એક પરિશીલન
૫૩