________________
बालादीनां लक्षणमाह
ઉપર જણાવ્યા મુજબ એ સિદ્ધ થયું કે બાલાદિ જીવોને બાલાદિ-યોગ્ય દેશના આપવી. હવે તે બાલાદિ જીવોનું સામાન્યથી લક્ષણ જણાવાય છે–
तत्र बालो रतो लिने वृत्तान्वेषी तु मध्यमः । पण्डितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते ॥२-६॥
तत्रेति-तत्र तेषु बालादिषु मध्ये । लिङ्गे लिङ्गमात्रे । रतो बालः, लिङ्गमात्रप्राधान्यापेक्षयाऽसदारम्भत्वात् । वृत्तान्वेषी तु वृत्तप्राधान्यापेक्षी तु मध्यमः, बालापेक्षया मध्यमाचारत्वात् । यस्तु सर्वयलेन शास्त्रतत्त्वं परीक्षते स पण्डितः, तत्त्वतस्तस्य मार्गानुसारितयोत्कृष्टाचारत्वात् ॥२-६॥
બાલાદિ જીવોમાં લિંગમાત્રમાં જે રક્ત(રાગી) છે તેને બાલ કહેવાય છે, વૃત્ત(આચાર)ને જ મુખ્ય માનનારો મધ્યમ છે અને જે પૂર્ણ પ્રયત્ન શાસ્ત્રતત્ત્વને પરીલે છે તે પંડિત છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે બાલ, મધ્યમ અને પંડિતઃ આ ત્રણ પ્રકારના શ્રોતાઓને તેમને ઉચિત દેશના આપવાની છે. એમાં બાલજીવો અસદુઅસુંદર (ખરાબ) આચારવાળા; આગમમાં જેનો નિષેધ છે તેને આચરવાવાળા અને દેશકાળાદિને આશ્રયીને શક્ય હોવા છતાં એ પ્રમાણે સદાને માટે નહિ આચરનારા હોય છે. તેથી લગભગ તેઓ આચારના મહત્ત્વને સમજતા હોતા નથી. તેમની દષ્ટિએ બાહ્ય વેષઆકારને ધારણ કરવા માત્રથી તે વંદનાદિને યોગ્ય હોય છે. તેથી તેઓ લિંગ-બાહ્યવેષઆકારમાં જ રાગી હોય છે. એવા બાહ્યવેષાદિને ધારણ કરનારાને બાલજીવો ધર્મી માની લે છે. સામાન્ય રીતે મધ્યમ અને પંડિતજનો પણ આચાર અને તત્ત્વ(શાસતત્ત્વ)ની સાથે વેષને પણ માને છે. પરંતુ તેઓ બાલની જેમ લિંગમાત્રનું જ પ્રાધાન્ય માનતા નથી. તેથી શ્લોકમાંના નિક પદનો અર્થ લિંગમાત્ર કર્યો છે.
બાલજીવોની અપેક્ષાએ મધ્યમબુદ્ધિવાળા જીવોનો આચાર, મધ્યમ કોટિનો હોય છે. તેમને વિશેષ જ્ઞાન ન હોવાથી શું કરવાથી વિશેષ લાભ થશે અથવા શું કરવાથી અલાભ થશે.. ઇત્યાદિની સમજણ હોતી નથી. તેઓ શાસ્ત્રમાં જે પ્રમાણે શબ્દથી જણાવ્યું હોય તે મુજબ કરતા હોય છે. પરંતુ તેના પરમાર્થને જાણતા નથી. ગુરુલાઘવના જ્ઞાનથી કરી શકાતા એવા કાર્યને તેઓ કરતા નથી. માત્ર સૂત્રમાં જણાવેલા તે તે કાર્યને તેઓ કરે છે. તેથી તે મધ્યમ આચારવાળા છે. માત્ર વેષને જોયા વિના આચારને પણ તેઓ અન્વેષે છે. બીજાને ધર્મી તરીકે માનવામાં તેઓ માત્ર વેષની અપેક્ષા રાખતા નથી, પરંતુ સાથે સાથે આચારની મુખ્યતા રાખે છે. ધર્મીપણામાં આચાર મુખ્ય છે - એવી માન્યતાને તેઓ સેવતા હોય છે. તેથી આચારહીન એવા વેષધારીને તેઓ વંદનીય વગેરે માનતા નથી.
૫૨
દેશના બત્રીશી