________________
સંમતિપૂર્વક માતાને ભક્તામર સ્તોત્ર સંભળાવ્યું અને પારણું કરાવ્યું. આ રીતે પૂજ્યશ્રીની અદ્ભુત સ્મરણશક્તિના પ્રસંગને જાણીને પૂ. ગુરુભગવંત પૂજયશ્રીની માતા પાસે પૂજ્યશ્રીની માંગણી કરી અને ત્યાર બાદ અત્યંત ઉલ્લાસપૂર્વક પૂજય ઉપાધ્યાયજી મહારાજની માતાએ પોતાના પુત્રનું પૂજય ગુરુદેવશ્રીને સમર્પણ કર્યું. આ રીતે કાલાંતરે રત્નત્રયીની નિર્મળ સાધનામાં પૂજયશ્રી લીન બન્યા. પ્રબળ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમના પ્રભાવે ઉત્કટ પ્રખરપ્રતિભાદિ અસાધારણ સામર્થ્યથી પૂજ્યપાદશ્રીએ ખૂબ જ અલ્પસમયમાં ગણનાપાત્ર સમ્યજ્ઞાનનું સંપાદન કર્યું. પરમશ્રદ્ધેય અનન્યસાધારણ બુદ્ધિપ્રતિભાદિ ગુણોથી ભાવિત શ્રદ્ધાસંપન્ન શ્રાવકવર્ગની સહાયથી પૂજયશ્રીને વિદ્યાના ધામ સમાન કાશીમાં અધ્યયન કરવાની અનુકૂળતા મળી. ત્યાંની ત્રણ વર્ષની સ્થિરતા દરમ્યાન ન્યાયશાસ્ત્રોનું પરિપૂર્ણ અધ્યયન કરી અને કેટલાંક વર્ષ કાશીની આજુબાજુ રહી અન્યદર્શનશાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કરી પૂજયશ્રીએ પરસમયનું રહસ્ય પ્રાપ્ત કર્યું. એ વખતે અન્ય પંડિતોને વાદમાં હરાવનાર સમર્થવાદીને પોતાની અનેકાંતવાદની વિજયવંતી શૈલીથી હરાવીને પૂજયશ્રીએ પોતાના અધ્યાપકગુરુવર્ગ દ્વારા ન્યાયવિશારદ'નું બિરુદ પ્રાપ્ત કર્યું. આ પ્રસંગ, પૂજયશ્રી માટે જ નહિ પરંતુ સમગ્ર પરમતારક શ્રી જિનશાસન માટે ગૌરવપ્રદ હતો. જે વખતે જૈનેતર દાર્શનિક વિદ્વાનો, જૈનોનો પડછાયો પણ પોતાની ઉપર ન પડે એની કાળજી રાખતા હતા; તેવા વખતે એવા વિદ્વાનવર્ગ દ્વારા આ રીતે “ન્યાયવિશારદ' તરીકેનું બિરુદ પ્રાપ્ત કરવું એ ખરેખર જ શ્રી જિનશાસનની સર્વોપરિતાનો જ એક વિજય હતો.
આ રીતે કાશીમાં પરદર્શનનું પરિપૂર્ણ અધ્યયન કરી પૂજય ઉપાધ્યાયજી મહારાજ ગુજરાતમાં વિચરતા હતા. તે દરમિયાન મોટે ભાગે ગ્રંથાલેખનમાં તત્પર બની તેઓશ્રી વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિથી પર રહેતા. કહેવાય છે કે એક ગામમાં પૂજયપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ વિનયવિજયજી મહારાજ જ્યારે પ્રવચન કરતા હતા ત્યારે જૈનેતર વિદ્વાનો વ્યાખ્યાન દરમ્યાન પ્રશ્નો પૂછી-પૂછીને પૂજયશ્રીને મૂંઝવવાનો પ્રયત્ન કરતા હતા. એટલે એકવાર પૂજય ઉપાધ્યાયજી મહારાજ વ્યાખ્યાન માટે બિરાજમાન થયા અને વ્યાખ્યાનની શરૂઆતમાં જ પ્રશ્નો પૂછનારને જણાવી દીધું કે પ્રશ્ન દરમ્યાન પ વર્ગનો કોઈ પણ વર્ણ ઉચ્ચારવાનો નહિ અને તેના જવાબમાં પણ 1 વર્ગનો કોઈ પણ વર્ણ ઉચ્ચારવામાં નહિ આવે. પાછળથી પ્રશ્નકર્તાઓની એ અંગેની અશક્તિ જાણીને તેઓને ગમે તે રીતે પ્રશ્નો પૂછવાની રજા આપી. અને પૂજ્યશ્રીએ તો વર્ગના ઉચ્ચારણ વિના જ સર્વ પ્રશ્નોના જવાબ આપી વિદ્વાનોને પોતાના શબ્દ ઉપરના પ્રભુત્વની પ્રતીતિ કરાવી હતી. આવી તો કંઈ કેટલીય કિંવદત્તીઓ પૂજયશ્રીના વિષયમાં પ્રચલિત છે.
કહેવાય છે કે પૂજયશ્રી જયારે કાશીથી વિદ્યાભ્યાસ કરી ગુજરાતના કોઈ એક ગામમાં પધાર્યા ત્યારે એક દિવસ સાંજના પ્રતિક્રમણ દરમ્યાન પૂજ્યશ્રીને કોઈ એક શ્રાવકે સજઝાય
દાન બત્રીશી