SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ નૃત્યમિતિ-સ્પષ્ટઃ ।।૬-૩૨॥ “ગુણોની સમગ્રતા ગુણવદ્ ગુરુજનોના પારતંત્ર્યથી જ થાય છે – એમ જાણીને બુદ્ધિમાન અને ગીતાર્થ ગુરુભગવંતનો સંગ કરનાર એવા પૂ. સાધુભગવંત જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય - આ ત્રણ પ્રકારે શુદ્ધિથી ધર્મને આચરતાં પરમાનંદને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે છેલ્લા બત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ગુણની સમગ્રતા,ગુણવત્પારતંત્ર્યથી જ પ્રાપ્ત થાય છે – એ જાણીને બુદ્ધિમાન પૂ. સાધુમહાત્મા પોતાની બુદ્ધિનો ઉપયોગ ગુણવત્પારતંત્ર્ય પ્રાપ્ત કરવામાં કરે છે. પોતાની બુદ્ધિથી રત્નત્રયીની સાધના નહિ કરતાં શ્રી ગીતાર્થ ગુરુભગવંતની પરમતારક આજ્ઞાની આધીનતાથી જ તેઓ રત્નત્રયીની સાધના કરે છે. બુદ્ધિમાનની બુદ્ધિમત્તા ખરી રીતે એમાં જ સમાય છે. પોતે બુદ્ધિમાન હોવા છતાં ગુણવદ્-જ્ઞાનીઓને આધીન બની રહેવાથી પોતાની બુદ્ધિમત્તા જણાય છે. તેથી જ પૂ. ગીતાર્થ ગુરુભગવંતનો તેઓ તે રીતે સંગ કરે છે. એ સત્સંગના અપ્રતિમ સામર્થ્યથી જ્ઞાન(તત્ત્વસંવેદનાત્મક), ભિક્ષા(સર્વસંપત્ઝરી) અને વૈરાગ્ય(જ્ઞાનાન્વિત) : આ ત્રણ પ્રકારની શુદ્ધિ વડે અર્થાત્ વિશુદ્ધ જ્ઞાનાદિ ત્રણ વડે સંયમધર્મને આચરતા પૂ. સાધુભગવંતો પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપ્તિનું એ એકમાત્ર સાધન છે. સાધુસામગ્ય વિના મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી. અંતે આ બત્રીશીમાં વર્ણવેલા સાધુસામગ્યને પ્રાપ્ત કરી આપણા આત્માને પરમાનંદનું પાત્ર બનાવવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ૬-૩૨॥ એક પરિશીલન ।। કૃતિ સાધુસામય-દ્વાત્રિંશિષ્ઠા || अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ૨૪૩
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy